SPORTS : IPL 2026ની પહેલી મેચ RCBના નામે, SRHને 6 વિકેટથી હરાવ્યું, કોહલીની દમદાર ઈનિંગ

0
7
meetarticle

ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝનનો પ્રથમ મુકાબલો શનિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયો હતો. જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, પ્રથમ બેટિંગમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 201 બનાવ્યા હતા. મોટા ટાર્ગેટને પાર પાડવા ઉતરેલી RCB ટીમે 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર આસાનીથી 6 વિકેટે જીત મેળવી IPLમાં ધમાકેદાર શરૂઆત કરી છે.

સ્કોર કાર્ડ

SRH: 201/9(20)

RCB: 203/4(15.4)

કોહલીએ અણનમ 69 રન, દેવદત્ત પડિક્કલ 61 રન

રનચેઝમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની શરૂઆત સારી રહી ન હતી, ફિલ સોલ્ટ (8 રન)ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી. ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટના બોલ પર હેનરિક ક્લાસેનને કેચ આપી બેઠો. અહીંથી ઇમ્પેક્ટ પ્લેયર દેવદત્ત પડિક્કલ અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 101 રનની પાર્ટનરશિપ કરી હતી, દેવદત્તે 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી માત્ર 26 બોલ પર 61 રન બનાવ્યા. આ દરમિયાન દેવદત્તે 21 બોલ પર ફિફ્ટી પૂરી કરી. દેવદત્તને હર્ષ દુબેએ હેનરિક ક્લાસેનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદે નબળી શરૂઆત બાદ પહાડ જેવો સ્કોર ઉભો કર્યો

આ મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે(SRH) ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 201 રન બનાવ્યા હતા. હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી અને ટીમે માત્ર 18 રનના સ્કોર પર જ અભિષેક શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેક 7 રન બનાવી ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર જેકબ ડફીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ડફીએ ત્રીજી ઓવરના છેલ્લા બોલે બીજા ઓપનર ટ્રેવિસ હેડ (11 રન)ને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. ડફીએ તરખાટ મચાવતા  નીતિશ રેડ્ડી (1 રન) ને આઉટ કર્યો. જ્યારે નીતિશ આઉટ થયો ત્યારે હૈદરાબાદનો સ્કોર 29/3 હતો.

ઈશાન કિશન અને ક્લાસેન વચ્ચે મહત્વની ભાગીદારી

અહીંથી કેપ્ટન ઈશાન કિશન અને હેનરિક ક્લાસેને ચોથી વિકેટ માટે 97 રનની પાર્ટનરશિપ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. ઈશાન કિશને આ પાર્ટનરશિપ દરમિયાન 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી માત્ર 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ક્લાસેન 31 રન બનાવી રોમારિયો શેફર્ડનો શિકાર બન્યો અને આ પાર્ટનરશિપ તૂટી હતી. ત્યારબાદ સુયશ શર્માએ સલિલ અરોરાને 9 રનના સ્કોર પર આઉટ કરીને હૈદરાબાદને વધુ એક ઝટકો આપ્યો હતો.

ઈશાન કિશન શાનદાર બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ તે સદી સુધી પહોંચી શક્યો નહીં. ઈશાન ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર અભિનંદન સિંહના બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં ફિલ સોલ્ટને કેચ આપી બેઠો હતો. ઈશાને 38 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. હર્ષ દુબે (3 રન) અને હર્ષલ પટેલ (0 રન) બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યા નહીં. પરંતુ અનિકેત વર્માના વખાણ કરવા પડશે, જેણે માત્ર 18 બોલમાં 43 રન (4 છગ્ગા, 3 ચોગ્ગા) ફટકારી હૈદરાબાદને 200 રનને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. RCB તરફથી જેકબ ડફી અને રોમારિયો શેફર્ડે 3-3 વિકેટ ઝડપી હતી.

બંને ટીમોમાં નવા ખેલાડીઓનું ડેબ્યૂ

આ મેચ માટે RCBએ ફાસ્ટ બોલર અભિનંદન સિંહ અને જેકબ ડફીને તક આપી હતી. આ બંને ખેલાડીઓની આ ડેબ્યૂ મેચ હતી. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આક્રમક બેટ્સમેન સલિલ અરોરા અને ફાસ્ટ બોલર ડેવિડ પેને પોતાનું IPL ડેબ્યૂ કર્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here