SURAT : ગરમીથી રાહત મેળવવા તાપીમાં નહાવા પડેલા ડીંડોલીના યુવકનું ડૂબી જવાથી કરુણ મોત

0
14
meetarticle

સુરત શહેરમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. કાળઝાળ ગરમીથી બચવા અને રાહત મેળવવા માટે લોકો નદી કે સ્વિમિંગ પૂલ તરફ વળી રહ્યા છે, પરંતુ ક્યારેક આ આનંદ જીવલેણ સાબિત થાય છે. સુરતના ડભોલી બ્રિજ નીચે તાપી નદીમાં નહાવા પડેલા ડીંડોલીના એક યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.

તાપી નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત
મળતી માહિતી મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો 31 વર્ષીય વિકાસ રાજુભાઈ નાયકા તેના મિત્રો સાથે ડભોલી બ્રિજ નીચે તાપી નદીના કિનારે ફરવા ગયો હતો. ઉનાળાની બપોરે ગરમીથી બચવા માટે વિકાસે નદીના પાણીમાં નહાવા માટે કૂદકો માર્યો હતો. જોકે, નદીમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તે જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

પરિવારે આર્થિક આધાર ગુમાવ્યો
વિકાસના ડૂબવાની જાણ થતા જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાના બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વિકાસના અકાળે અવસાનથી તેના પરિવારે ઘરનો મુખ્ય આર્થિક આધાર ગુમાવ્યો છે, જેને પગલે પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here