સુરતના પલસાણાના જોળવા ગામ ખાતે આવેલી સંતોષ ટેક્સટાઈલ્સ મિલમાં ડ્રમ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. આ બનાવમાં પોલીસે ડ્રમ ઓપરેટ અને સુપરવાઈઝર સામે ગુનો નોંધ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 1 સપ્ટેમ્બરના રોજ પલસાણાના જોળવા ગામે આવેલી સંતોષ ડાઈંગ મિલમાં કામદારો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ડ્રમ ફાટ્યા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આ બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અ્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજે પૈકી ગત રવિવારના રોજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ જોગેન્દ્ર મુન્નાલાલ પ્રજાપતિ (35) અને પ્રિતીસિંઘ નાગેન્દ્રસિંહ રાજપૂત (28)ને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 કામદારોના મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ 13 કામદારો પલસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.એવામાં આ મામલે પલસાણા પોલીસે ડ્રમ ઑપરેટર અનમોલ સુખનંદી શાહુ અને સુપરવાઈઝર અલ્પેશ તારાભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

