SURAT : સચિન GIDC માં નકલી ઘીની ફેકટરી : કેમિકલથી બનેલું 2029 કિલો ઘી કબજે

0
11
meetarticle

સુરત એસઓજીએ ઓપરેશન શુઘ્ધિ અંતર્ગત સચિન જીઆઇડીસીમાં જીઇબીના સબ સ્ટેશન નજીક સબકા ફુડ નામની ફેક્ટરીમાં દરોડા પાડી વિદુર ગાયનું ઘી અને શુઘ્ધ ઘીના નામે સમગ્ર ગુજરાત તથા અન્ય રાજયોમાં વેચાણ થતું સ્વાસ્થય માટે હાનિકારક કેમિકલ યુકત ઘી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી કુલ રૂ. 36.36 લાખના મુદ્દામાલ સાથે બે ભાગીદારની ધરપકડ કરી છે.

એસઓજીના હે.કો જગશી શાંતિભાઇ અને પો.કો દેવેન્દ્રદાન ગંભીરદાનને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ.ડી. હડીયા અને તેમની ટીમે સચિન જીઆઇડીસીમાં જીઇબીના સબ સ્ટેશનની બાજુમાં લક્ષ્મી પાર્કની સામે પ્લોટ નં. I/33 માં સબકા ફુડ નામની ફેક્ટરીમાં દરોડા પાડયા હતા. જયાંથી વિદુર ગાયનું ઘી અને દેશી ઘીના નામે વેચાણ થતું સ્વાસ્થય માટે હાનિકારક કેમિકલ યુકત ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે ભાડાની ફેકટરીમાં ડુપ્લીકેટ ઘી બનાવનાર ફેક્ટરી માલિક ભરત ગોગનભાઇ પોલરા (ઉ.વ. 48 રહે. આશોપાલવ સોસાયટી-2, પટેલ પાર્ક, કેનાલ રોડ, કામરેજ અને મૂળ. ચરખા, તા. ધારી, અમરેલી) અને અમીન બાબુભાઇ વઢવાણિયા (ઉ.વ. 45 રહે. સોહમ એપાર્ટમેન્ટ, રંગીલા પાર્ક સોસાયટી, ઘોડદોડ રોડ, સુરત) ને ઝડપી પાડયા હતા. બંનેની પૂછપરછમાં એક કિલોગ્રામ શુઘ્ધી ઘીમાં તેલ, વનસ્પતિ ઘી, કેમિકલ તથા કલર ઉમેરી અંદાજે 15 કિલોગ્રામ ઘી બનાવીને 100 એમ.એલના નાના ડબ્બાથી લઇ 15 કિલોગ્રામના મોટા ડબ્બામાં પેકીંગ કરી સબકા ફૂડસના લાયસન્સ હેઠળ વિદુર ગાયનું ઘી અને શુઘ્ધ ઘીના નામે વેચાણ તથા તલંગપપુરના ગીતા નગર-સીના પ્લોટ નં. 79માં ગોડાઉન હોવાની કબૂલાત કરતા પોલીસે ત્યાં પણ દરોડા પાડયા હતા. સર્ચ દરમિયાન ફેક્ટરીમાં બંને ભાગીદારની ઓફિસમાંથી રોકડા રૂ. 2 લાખ, ભેળસેળ યુક્ત ડુપ્લીકેટ ઘી 2029 કિલોગ્રામ કિંમત રૂ. 14.19 લાખ, ડુપ્લીકેટ ઘી બનાવાની મશીનરી તથા રો-મટિરીયલ્સ કિંમત રૂ. 21.61 લાખ મળી કુલ રૂ. 36.36 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેમિકલ એડ કરવા ડોક્ટરની જેમ સિરીંજનો ઉપયોગ કરાતો

1 કિલોગ્રામ શુઘ્ધ ઘીમાં પામોલિન તેલ, વનસ્પતિ ઘી, કેમિકલ તથા કલર ઉમેરી અંદાજે 15 કિલોગ્રામ ઘી બનાવતા હતા. ગ્રાહકોને અસલ ઘી જેવી જ સુંગધ અને દેખાય તેના માટે ઘી બનાવતી વખતે કેમિકલ એડ કરતી ઘીના કલર અને સુંગધ માટે ખાસ ઘ્યાન રાખતા હતા. શુઘ્ધ ઘી, પામોલિન તેલ, વનસ્પતિ ઘીનું મિશ્રણ ગરમ કરીને તૈયાર કર્યા બાદ તેમાં કેમિકલ એડ કરવા માટે ડોક્ટરની જેમ સિરીંજનો ઉપયોગ કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here