ધ્રાંગધ્રા – ધુ્રમઠ ગામના રામજી મંદિર પાસે એક શખ્સ દારૃનો જથ્થો લઈ ઊભો હોવાની બાતમીને આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસના સ્ટાફેે ધુ્રમઠ ગામે રેઇડ કરી હતી.

જેમાં તુરાજભાઈ ઉર્ફે કાનો રમેશભાઈ ખાવડી (રહે. ધુ્રમઠ)ને ઝડપી લીધો હતો. તેની પાસે રહેલી થેલીમાં તપાસ કરતા અંદરથી બિયરના ૩૪ ટીન (કિં.રૃ.૩,૪૦૦) સહિતનો મુદામાલ કબજે કર્યો હતો અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

