Saturday, April 27, 2024
Homeસ્પોર્ટ્સશંકાસ્પદ ભૂમિકા : પંજાબ પણ છેલ્લી ઓવરમાં માત્ર 2 રનથી હાર્યું; સો....

શંકાસ્પદ ભૂમિકા : પંજાબ પણ છેલ્લી ઓવરમાં માત્ર 2 રનથી હાર્યું; સો. મીડિયામાં નિષ્ણાતોએ મુદ્દો ઉઠાવ્યો

- Advertisement -

 

ક્રિકેટ અનિશ્ચિતતાની ગેમ છે, એવામાં કાલે મંગળ વારે રમાયેલી પંજાબ (PBKS) અને રાજસ્થાન (RR) વચ્ચેની મેચ એનું વધુ એક ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પહેલી ઓવરથી ડોમિનેટિંગ ગેમ રમનાર પંજાબ છેલ્લી ઓવરમાં 4 રન પણ કરી શક્યું નહીં, તેણે જીતેલી મેચ હારી ગયું હતું. તેવામાં 19મી ઓવર દરમિયાન મુસ્તફિઝુર રહમાને 2 નો-બોલ નાખ્યા હતા, પરંતુ થર્ડ અમ્પાર્સે એ અવગણ્યા હતા અને પંજાબ પણ 2 રનથી હારતાં વિવાદ સર્જાયો છે. અત્યારે આકાશ ચોપરા સહિત ઘણા દિગ્ગજો થર્ડ અમ્પાયરની ભૂલ અંગે ટ્વીટ કરી રહ્યા છે.

ઈરાન પઠાણ અને આકાશ ચોપરા પણ અચંબિત
રાજસ્થાન રોયલ્સે 19મી ઓવર કરવા માટે મુસ્તફિઝુર રહમાનને પસંદ કર્યો હતો. તેણે પોતાની આ ઓવરમાં 4 રન જ આપ્યા હતા. જોકે આ ઓવરમાં મુસ્તફિઝુરે 2 નો-બોલ નાખ્યા હતા, પરંતુ થર્ડ અમ્પાયર કે ફિલ્ડ અમ્પાયરના ધ્યાન બહાર જતાં કોઇ પ્રતિક્રિયા આપી નહોતી.

એવામાં લાઇવ મેચમાં કોમેન્ટરી દરમિયાન આકાશ ચોપરા અને ઈરફાન પઠાણે પણ વીડિયો ફૂટેજ દ્વારા આ માહિતી આપી હતી. એટલું જ નહીં, પરંતુ છેલ્લી ઓવરમાં જ્યારે પંજાબ 2 રનથી હાર્યું ત્યારે પણ તેમણે આ મુદ્દાને ટાંકીને ચર્ચા કરી હતી. જોકે બંને કોમેન્ટેટર્સે એમ પણ કહ્યું હતું કે આમાં નવા નિયમો પ્રમાણે નો-બોલ હવે થર્ડ અમ્પાયર ચેક કરે છે, જેથી ફિલ્ડ અમ્પાયર્સે આ અંગે વધુ નિર્ણય લેવાના નથી.

મુસ્તફિઝુરની વિવાદાસ્પદ ઓવર, જેમાં 2 નો-બોલ મિસ થયા

પહેલો બોલ (18.1 ઓવર) બીજો બોલ (18.2 ઓવર) ત્રીજો બોલ (18.3 ઓવર) ચોથો બોલ (18.4 ઓવર) પાંચમો બોલ (18.5 ઓવર) છઠ્ઠો બોલ (18.6 ઓવર)
0 રન 0 રન 1 રન 1 રન 1 રન 1 રન

ફેન્સની પ્રતિક્રિયાઓ…..

કેપ્ટન સંજુ સેમસનને રૂ.12 લાખનો દંડ
IPLની વેબસાઈટ દ્વારા માહિતી મળી છે કે સંજુ સેમસનને રૂ.12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રોયલ્સની ટીમ પંજાબ કિંગ્સ સામે સમયમર્યાદામાં ઓવર પૂરી શકી નહોતી. જેથી IPLની આચારસંહિતા હેઠળ સંજુ સેમસનને દંડ ફટકારાયો છે.

વિવાદાસ્પદ મેચમાં 2 રનથી રાજસ્થાનની જીત
રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં પંજાબના કેપ્ટન કે.એલ.રાહુલ અને મયંક અગ્રવાલે 120 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી, પરંતુ પંજાબ કિંગ્સ છેલ્લી ઓવરમાં 4 રન પણ ન કરી શકી અને RRના ત્યાગીએ નિર્ણાયક 20મી ઓવરમાં 1 રન આપી 2 વિકેટ ઝડપીને પોતાની ટીમને મેચ જિતાડી દીધી હતી.

કાર્તિકની નિર્ણાયક મેચ વિનિંગ ઓવર

પહેલો બોલ બીજો બોલ ત્રીજો બોલ ચોથો બોલ પાંચમો બોલ છઠ્ઠો બોલ
0 રન 1 રન વિકેટ 0 રન વિકેટ 0 રન

પંજાબને છેલ્લી ઓવરમાં 4 રનની જરૂર હતી

  • પંજાબને છેલ્લી ઓવરમાં માત્ર ચાર રનની જરૂર હતી અને ટીમની 8 વિકેટ બાકી હતી.
  • એડેન માર્કરમ અને નિકોલસ પૂરન વચ્ચે પણ 50+ રનની પાર્ટનરશિપ નોંધાવ્યા બાદ બેટિંગ કરી રહ્યા હતા.
  • બોલિંગની જવાબદારી 21 વર્ષના કાર્તિક ત્યાગીના ખભા પર હતી અને પછી IPLની ઐતિહાસિક મેચ જોવા મળી…. જુઓ નિર્ણાયક ઓવર

પહેલો બોલ – ડોટ બોલ (0)
એડેન માર્કરમ કાર્તિક ત્યાગીના પહેલા બોલ પર એકપણ રન બનાવી શક્યો ન હતો.

બીજો બોલ – 1 રન
એડેન માર્કરમે છેલ્લી ઓવરના બીજા બોલ પર સિંગલ લીધો. હવે પંજાબને 4 બોલમાં 3 રનની જરૂર હતી.

ત્રીજો બોલ – પૂરન આઉટ (W)
ઓવરના ત્રીજા બોલ પર કાર્તિક ત્યાગીએ નિકોલસ પૂરન(32)ને આઉટ કરીને RRને ત્રીજી સફળતા અપાવી. હવે પંજાબને ત્રણ બોલમાં 3 રનની જરૂર હતી.

ચોથો બોલ – ડોટ બોલ (0)
ઓવરનો ચોથો બોલ ફરી ડોટ બોલ હતો. હવે મેચ ખૂબ જ રોમાંચક બની ગઈ હતી અને પંજાબને 2 બોલમાં 3 રનની જરૂર હતી.

પાંચમો બોલ – હુડા આઉટ (W)
ઓવરના 5મા બોલ પર ત્યાગીએ દીપક હુડાને શૂન્ય પર આઉટ કરીને પંજાબ કેમ્પની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. હવે પંજાબે છેલ્લા બોલ પર 3 રન કરવાના હતા.

છઠ્ઠો બોલ – ડોટ બોલ (0)
ફેબિયન એલન છેલ્લો બોલ રમવા આવ્યો હતો, પરંતુ કાર્તિક ત્યાગીએ ડોટ બોલ નાખીને RRને રોમાંચક જીત અપાવી હતી.

કે.એલ.રાહુલે 3 હજાર રન પૂરા કર્યા
પંજાબ કિંગ્સનો કેપ્ટન કે.એલ.રાહુલે IPLમાં સૌથી ઝડપી 3 હજાર રનનો પડાવ પાર કરવા ઈન્ડિયન ખેલાડી બની ગયો છે. તેણે 80 ઈનિંગમાં આ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. રાહુલથી પહેલા પડાવ ક્રિસ ગેલના નામ છે, તેણે 75 ઈનિંગમાં 3 હજાર રન પૂરા કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular