સુરતના અમરોલીમાં શિક્ષિકાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સાસરીયાના ત્રાસથી 33 વર્ષીય શિક્ષિકાનો આપઘાત કર્યો છે. આરતી નારોલાએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. નણંદ,સાસુ અને સસરા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અમરોલી પોલીસે ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.અમરોલીમાં સાસરિયાના ત્રાસથી પરણિતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.
33 વર્ષય શિક્ષિકા આરતીં નારોલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બે નણંદ સાસુ- સસરા દ્વારા માનસિક ત્રાસ આપી અત્યાચાર ગુજારવામાં આવતો હતો. જેથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે.પતિ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હોવાનો પરિવારનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. પતિ નિલેશ નારોલા ફિઝ્યોથેરેપીનું ક્લિનિક ચલાવે છે. સમગ્ર મામલે મૃતકના પરિવારની અમરોલી પોલીસે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આપઘાત દુષપ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત


