SPORTS : એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યાને કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન

0
92
meetarticle

યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે મંગળવારે (19મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક યોજાયા બાદ એશિયા કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ટીમમાં શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવાયો છે, તો રિંકુ સિંહ પર પણ વિશ્વાસ મૂકી ટીમમાં સમાવેશ કરાયો છે. જ્યારે ટીમ ઈન્ડિયાના બોલર જસપ્રિત બુમરાહને સમાવેશ કરાયો નથી.

એશિયા કપ-2025માં આ ખેલાડીઓની એન્ટ્રી

  • સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન)
  • શુભમન ગિલ (વાઈસ કેપ્ટન)
  • અભિષેક શર્મા
  • તિલક વર્મા
  • હાર્દિક પંડ્યા
  • શિવમ દુબે
  • અક્ષર પટેલ
  • જીતેશ શર્મા (વિકેટ કિપર)
  • જસપ્રિત બુમરાહ
  • અર્શદીપ સિંહ
  • વરુણ ચક્રવર્તી
  • કુલદીપ યાદવ
  • સંજુ સેમસન (વિકેટ કિપર)
  • હર્ષિત રાણા
  • રીન્કુ સિંહક્યારે યોજાશે એશિયા કપએશિયા કપ-2025 ક્રિકેટ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. જ્યારે ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ ટુર્નામેન્ટ યુએઈના બે શહેરો અબૂધાબી અને દુબઈમાં ટી20 ફોર્મેટ આધારે રમાશે. ગ્રૂપની વાત કરીએ તો ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈનો સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે.
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here