Wednesday, May 1, 2024
HomeબોલીવૂડBOLLYWOOD: જાન્હવી કપૂરની એક્શન-થ્રિલર ફિલ્મ ઉલજનું ટીઝર રિલીઝ,

BOLLYWOOD: જાન્હવી કપૂરની એક્શન-થ્રિલર ફિલ્મ ઉલજનું ટીઝર રિલીઝ,

- Advertisement -

જાન્હવી કપૂરની આગામી ફિલ્મ ઉલજનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જાન્હવી કપૂરની આ ફિલ્મ સસ્પેંસ અને થ્રિલરથી ભરપુર હશે. જાન્હવી કપૂર આ ફિલ્મમાં એક યંગ ડિપ્લોમૈટની ભુમિકામાં જોવા મળશે. આ પ્રકારના રોલમાં અભિનેત્રી પહેલીવાર જોવા મળશે. ફિલ્મના નિર્દેશક સુધાંશુ સરિયા છે.

ફિલ્મમાં ટીઝરમાં જાન્હવી કપૂરનો અંદાજ જોઈ ચાહકોમાં ઉત્સાહ છે. આ ફિલ્મનું ટીઝર જાન્હવી કપૂરે પણ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યું છે. જાન્હવી કપૂર ફિલ્મ ઉલજમાં ઈંડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસરનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ દેશભક્તિ પર આધારિત છે. ફિલ્મમાં જાન્હવી કપૂર દેશ વિરુદ્ધ થતા ષડયંત્ર સામે લડતી જોવા મળશે. ઉલજ ફિલ્મનું ટીઝર સસ્પેંસ અને થ્રિલરથી ભરપુર છે. ટીઝરમાં જાન્હવી કપૂરનો દમદાર અંદાજ જોવા મળે છે. આ ફિલ્મમાં પહેલીવાર જાન્હવી કપૂર એક્શન કરતી પણ જોવા મળશે. ઉલજ ફિલ્મમાં જાન્હવી કપૂર ઉપરાંત ગુલશન દેવૈયા, રોશન મૈથ્યૂ, રાજેશ તૈલંગ, મિયાંગ ચાંગ, સચિન ખેડેકર, રાજેંદ્ર ગુપ્તા અને જિતેંદ્ર જોશી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 5 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ ઉપરાંત જાન્હવી કપૂર મિસ્ટર એંડ મિસેજ માહી અને વરુણ ધવન સાથે સની સંસ્કારી કી તુલસી કુમારી ફિલ્મમાં પણ જોવા મળશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular