TECHNOLOGY : WhatsAppનું નવું CarPlay એપ: હવે કારમાંથી સીધા કોલ અને મેસેજ

0
31
meetarticle

WhatsAppએ Apple CarPlay માટે ખાસ ડેડિકેટેડ એપ લોન્ચ કરી છે. આ નવી એપ યુઝર્સને તેમની કારના ડેશબોર્ડ પરથી સીધા મેસેજ મોકલવા અને કોલ કરવાની સુવિધા પૂરી પાડશે. ઈન્ટરફેસ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ડ્રાઇવરનું ધ્યાન રસ્તા પર જ રહે અને સાથે સાથે તેઓ પોતાના કોન્ટેક્ટ્સ સાથે જોડાયેલા પણ રહી શકે.

નવી એપ લેટેસ્ટ iOS અપડેટમાં જોવા મળી

પબ્લિક રિલીઝ પહેલા બીટા ટેસ્ટર્સને આ નવા CarPlay ઈન્ટરફેસનો ઉપયોગ કરવાનો મોકો મળ્યો છે. આથી WhatsAppને usability, પર્ફોર્મન્સ અને સંભવિત બગ્સ વિશે ફીડબેક મળી શકે. iOS માટે WhatsApp (વર્ઝન 26.13.74)ની લેટેસ્ટ અપડેટ App Store પર લાઈવ થયા પછી આ CarPlay માટેની નવી એપ જોવા મળી હતી.

Siriની જગ્યાએ સીધા ડેશબોર્ડથી થશે ઉપયોગ

આ નવી એપ્લિકેશન પહેલા યુઝર્સે CarPlay પર WhatsApp ઉપયોગ માટે Siri પર આધાર રાખવો પડતો હતો. તેમાં ઘણી વખત વોઇસ કમાન્ડ મેસેજને ખોટી રીતે સમજતી હતી અને યુઝર્સને જણાવતી હતી. આ સાથે જ લેટેસ્ટ ચેટ્સ કે કોન્ટેક્ટ્સનો સીધો ઍક્સેસ પણ નહોતો. જોકે નવી એપમાં આ સમસ્યાઓને દૂર કરવામાં આવી છે. ડેશબોર્ડ પર જ કોલ હિસ્ટ્રી અને ફેવરિટ્સ માટે સરળ ઇન્ટરફેસ આપી દેવામાં આવ્યો છે.

સરળ નેવિગેશન માટે એપમાં 3 ટેબ્સ આપવામાં આવ્યા છે

આ એપમાં ત્રણ ટેબ્સ છે જેથી યુઝર્સ સરળતાથી નેવિગેટ કરી શકે. પહેલો ટેબ ચેટ લિસ્ટ બતાવે છે જ્યાં અનરીડ મેસેજ સાથેની લેટેસ્ટ ચેટ્સ જોવા મળશે. બીજો ટેબમાં કોલ હિસ્ટ્રીને ટાઇમ અનુસાર રજૂ કરવામાં આવશે જેથી યુઝર્સને છેલ્લે કોની સાથે વાત થઈ છે તે સરળતાથી ખબર પડે. ત્રીજો ટેબ ફેવરિટ કોન્ટેક્ટ્સ માટે છે, જેથી સંપૂર્ણ ચેટ લિસ્ટ સ્ક્રોલ કર્યા વગર ઝડપથી ઇચ્છિત વ્યક્તિ સાથે સંપર્ક કરી શકાય.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here