TECHNOLOGY : ચંદ્ર પર કુદરતી ચમત્કાર: કાર્બન નેનોટ્યૂબની ઐતિહાસિક શોધ, સ્પેસ માઇનિંગ શક્ય

0
135
meetarticle

ચીનના ચાંગ-ઇ 6 મિશન દ્વારા ચંદ્રના એક ભાગમાં જમીનના સેમ્પલ મેળવ્યા હતા. આ એક એવી જગ્યા છે જેને પૃથ્વી પરથી નથી જોઈ શકાતી. આ સેમ્પલમાંથી વિજ્ઞાનીઓને એ મળ્યું જે જાણીને વિજ્ઞાનની દુનિયામાં ઉથલ-પાથલ થઈ ગઈ છે. રિસર્ચર્સને ચંદ્રની જમીનના સેમ્પલમાંથી ખૂબ જ નાના કાર્બન નેનોટ્યૂબ મળ્યા છે. આ પહેલી વાર થયું છે જેમાં એડ્વાન્સ મટિરિયલ અંતરિક્ષમાં કુદરતી રીતે મેળવવામાં આવ્યું છે. અત્યાર સુધી માનવામાં આવતું હતું કે કાર્બન નેનોટ્યૂબ ફક્ત લેબમાં જ બનાવવામાં આવતું હતું. એને બનાવવા માટે ખૂબ જ કન્ટ્રોલ વાળું વાતાવરણ અને ચોક્કસ મશીનની જરૂર પડે છે. જોકે ચંદ્રની ખાડા-ટેકરા વાળી જમીન પર એનું મળવું એક ચમત્કાર છે. આ શોધથી એ વાત પર મહોર લાગી છે કે ચંદ્ર ક્યારેય એક નિર્જીવ પથ્થર સમાન નહોતું. ત્યાં હજારો વર્ષથી એક ખૂબ જ રચનાત્મક રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી છે. આ શોધથી ચંદ્ર પર જીવન વિતાવવું ભવિષ્યમાં શક્ય બની શકે છે.

ચંદ્ર પર છુપાયેલી છે એડ્વાન્સ એન્જિનિયરિંગ?

વિજ્ઞાનીઓ દ્વારા જ્યારે આ સેમ્પલને લેટેસ્ટ માઇક્રોસ્કોપમાં તપાસ્યું ત્યારે તેઓ એને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમને ત્યાં ગ્રેફાઇટ જેવા કાર્બનના ટ્યૂબ જેવા આકારનું એક સમૂહ જોવા મળ્યું હતું. આ નેનોટ્યૂબ એટલાં પાતળા છે કે એની દિવાલ ફક્ત એક પરમાણુ જેટલી જાડી છે. ધરતી પર આ પ્રકારના નેનોટ્યૂબ બનાવવા માટે વિજ્ઞાનીઓ વર્ષોથી રિસર્ચ કરી રહ્યાં છે. એનો ઉપયોગ મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક્સ અને હાઇ-ટેક બેટરી બનાવવા માટે કરવામાં આવે છે. વિજ્ઞાનીઓ દ્વારા સાફ રૂપે કહી દેવામાં આવ્યું છે કે આ કોઈ પ્રદૂષણ કે ગંદકીને કારણે નથી. આ ચંદ્રની પોતાની જમીનનો એક ભાગ છે.

કાર્બન નેનોટ્યૂબ શું છે અને એટલું મહત્ત્વનું કેમ છે?

કાર્બન નેનોટ્યૂબ તેમની મજબૂતી અને એમાંથી વિજળી જેટલી ઝડપથી પ્રવાહ કરી શકે છે એના માટે જાણીતું છે. એ સ્ટીલ કરતાં કેટલાય ઘણાં વધુ મજબૂત અને તાંબા કરતાં વધુ સારી રીતે વિજળીનો પ્રવાહ કરી શકે છે. ચંદ્ર પર આ મળવાથી વિજ્ઞાનીઓને એ લાગી રહ્યું છે કે ત્યાંના વાતાવરણમાં ચોક્કસ કઈ ખાસ ઘટના ઘટી રહી છે. સામાન્ય રીતે સ્પેસમાં મળનાર કાર્બન ઉલ્કા અથવા તો ધૂમકેતુઓમાંથી આવે છે. જોકે આ કાર્બન સંપૂર્ણ રીતે ખૂબ જ વ્યવસ્થિત આકારમાં મળી આવ્યો છે. જિલિન યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા તેમના રિપોર્ટમાં આ ઘટનાને એક ઐતિહાસિક ખોજ કહેવામાં આવી છે. તેમણે કહ્યું છે કે આ મટિરિયલ કોઈ અનિયંત્રિત પ્રક્રિયાને કારણે નહીં પરંતુ ચોક્કસ કેમિસ્ટ્રીથી બન્યું છે અને સ્પેસમાં એની શોધ કરવી રહી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here