Sunday, May 19, 2024
Homeટોપ ન્યૂઝઆગામી 10 વર્ષમાં દેશને રેકોર્ડબ્રેક સંખ્યામાં નવા ડોકટરો મળશે: PM મોદી

આગામી 10 વર્ષમાં દેશને રેકોર્ડબ્રેક સંખ્યામાં નવા ડોકટરો મળશે: PM મોદી

- Advertisement -

વડાપ્રધાન મોદીએ આજે ભુજમાં 200 બેડવાળી કે.કે.પટેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલનું વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી ઉદઘાટન કર્યું હતું. આ તકે મોદીએ જણાવ્યું હતું કે ભૂકપથી મચેલી તબાહીને પાછળ છોડીને ભુજ અને કચ્છના લોકો પોતાના પશ્ચીમથી આ ક્ષેત્રનું નવું ભાગ્ય લખી રહ્યા છે.

આ હોસ્પિટલનું નિર્માણ કચ્છી લેઉવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાને પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું કે બહેતર સ્વાસ્થ્ય સુવિધાઓ માત્ર બીમારીના ઈલાજ સુધી જ સીમીત નથી, તે સામાજીક ન્યાયને પણ પ્રોત્સાહીત કરે છે, જયારે કોઈ ગરીબને સસ્તી અને ઉતમ સારવાર મળે છે તો તેનો વ્યવસ્થા પર ભરોસો મજબૂત થાય છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આવનારા 10 વર્ષમાં દેશને રેકોર્ડ બ્રેક ડોકટરો મળશે.

મેડીકલ એજયુકેશન રાખવાનો પ્રયાસ છે અને દરેક જિલ્લામાં મેડીકલ કોલેજના નિર્માણનું લક્ષ્ય છે. આ ઉદઘાટન સમારોહમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. આ તકે વડાપ્રધાને 36 આરોગ્ય એમ્બ્યુલન્સને વર્ચ્યુઅલ કોન્ફરન્સથી ઓનલાઈન લીલીઝંડી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular