Friday, May 17, 2024
HomeગુજરાતGUJARAT: શહેરના કાળિયાબીડમાં દહેજના દાનવે પરિણીતાનો ભોગ લીધો

GUJARAT: શહેરના કાળિયાબીડમાં દહેજના દાનવે પરિણીતાનો ભોગ લીધો

- Advertisement -

મહિલા સશક્તિકરણ, મહિલાઓ ઉપર થતી ઘરેલું હિંસાની વાતો વચ્ચે ભાવનગરમાં દહેજના દાનવે એક દોઢ વર્ષની માસૂમ પુત્રીની માતાનો ભોગ લીધો છે. દહેજ ભૂખ્યા પતિ, સાસુ-સસરાના અસહ્ય ત્રાસથી કંટાળી જઈ પરિણીતાએ પાંચમાં માળેથી પડતું મુકી મોત મીઠું કરી લીધાની ઘટનામાં મૃતકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ચકચાર મચાવનારી ઘટના અંગે મળતી વિગત અનુસાર શહેરના કાળિયાબીડ, સિલ્વર બેલ્સ સ્કૂલ પાસે, શાંતિનગર-૧માં પ્લોટ નં.૪૪૦૭માં રહેતા ભુવનેશ્વરીબા મહર્ષીરાજસિંહ ગોહિલ (ઉ.વ.૨૯)નું ગઈકાલે મંગળવારે વહેલી સવારે તેમના ઘરની સામે આવેલ અંજની પૂજા ફ્લેટના પાંચમાં માળેથી નીચે પડી જતાં મૃત્યુ થયું હતું. આ ઘટનામાં પરિણીતાનું અકસ્માતે પડી જતાં મોત થયા અંગે નિલમબાગ પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી હતી.જો કે, સમગ્ર મામલો પડી જવાથી નહીં પરંતુ પતિ, સાસુ-સસરાના દહેજ બાબતના અસહ્ય ત્રાસ, પતિની મારઝૂડથી કંટાળી મરવા મજબૂર કર્યાનો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે મૃતક ભુવનેશ્વરીબાના પિતા કિરીટસિંહ નારૂભા જાડેજા (ઉ.વ.૬૦, રહે, બી-૩૧, રામકૃષ્ણ સોસાયટી, ઉત્તમનગર પાસે, નિકોલ ગામ રોડ, ઠક્કરબાપાનગર, અમદાવાદ)એ આજે બુધવારે નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના દીકરીને તેણીના સાસુ જોશનાબા વિજયસિંહ ગોહિલ, સસરા વિજયસિંહ જશુભા ગોહિલ અને પતિ મહર્ષીરાજસિંહ વિજયસિંહ ગોહિલે દહેજ બાબતે અવાર-નવાર મેણાં-ટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ આપી દીકરીને આત્મહત્યા કરવા મજબૂર કરવા મજબૂર કરી હતી. વધુમાં જમાઈ મહર્ષીરાજસિંહ દીકરી સાથે મારઝૂડ કરતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે નિલમબાગ પોલીસે મૃતકના પતિ, સાસુ-સસરા સામે આઈપીસી ૪૯૮એ, ૩૨૩, ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ જી.આર. ધાધલે હાથ ધરી છે.

દીકરીએ માતાને એક દિવસ અગાઉ જ ફોન પર કહેલું ‘આ લોકો મને જીવવા નહીં દે..’

કાળિયાબીડમાં પરિણીતા ઉપર દહેજ ભૂંખ્યાં સાસરિયા એટલી હદે શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા હતા કે, ભુવનેશ્વરીબા માટે જીવવું ઝેર જેવું બની ગયું હતું. પતિને સાસુ-સસરા વિશે કંઈ વાત કરે તો પત્નીનું સાંભળતો નહીં. જેથી મનોમન ઘૂંટાતા મહિલાએ તૂંટીને ભાંગી પડયા હતા અને પાંચમાં માળની અગાસીમાંથી પડતું મુકી મોત વ્હાલું કર્યાના આગલા દિવસે (તા.૨૯-૪ના રોજ) તેમણે પોતાની માતાને ફોન કરી કહ્યું હતું કે, આ લોકો મને જીવવા નહીં દે, તમે અહીં આવો. દીકરી આટલી હદે પડી ભાંગી હોય, પિતાએ તેના વેવાઈ વિજયસિંહને ફોન કર્યો તો તેણે સરખા જવાબ નહીં આપી પોતે બધું સંભાળી લેશે તેવું ખાલી આશ્વાસન આપ્યું હતું.પરિણીતા ભુવનેશ્વરીબાએ તેમના ઘરની સામે આવેલા અંજની પૂજા ફ્લેટના પાંચમાં માળે અગાસીમાંથી પડતું મુકી મોતને ભેટયાં બાદ તેના પતિ મહર્ષીરાજસિંહે અમદાવાદમાં રહેતા અને એલ્યુમિનિયમની રોલીંગ મીલમાં નોકરી કરતા સસરા કિરીટસિંહ જાડેજાને ફોન કરી ભુવનેશ્વરીબા ધાબા ઉપર કપડાં સૂકવવા ગયા ત્યારે અચાનક પડી જતાં સારવાર માટે સરકારી દવાખાને લઈ ગયા છીએ અને તમે તાત્કાલિક ભાવનગર આવો તેવું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. જો કે, બાદમાં વૃદ્ધે તેમના પત્ની સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, દીકરીને તેના સાસુ-સસરા પિયરમાંથી કરિયાવર લાવી નથી, પિયર પક્ષવાળા સાવ ભિખારી હોવાનું કહીં મેણા-ટોણાં મારતા અને પતિ મારઝૂડ કરતો હોવાનું દીકરી અવાર-નવાર તેમને કહેતી હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે વૃદ્ધે તેના વેવાઈ અને જમાઈ સામે ફરિયાદ દાખલ કરાવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular