Sunday, May 5, 2024
HomeખેલCRICKET: IPL ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ આ ભારતીય બોલરના નામે નોંધાયો

CRICKET: IPL ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ આ ભારતીય બોલરના નામે નોંધાયો

- Advertisement -

આઈપીએલની 40મી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં દિલ્હી કેપિટલ્સની ટીમે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના મોહિત શર્માએ પણ આઈપીએલ ઇતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ બનાવ્યો હતો.

મોહિત એક સ્પેલમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે.દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં દિલ્હી તેના હોમ ગ્રાઉન્ડ પર જીતી ગયું તો બીજી તરફ આ મેચમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડી મોહિત શર્માએ આઈપીએલ ઈતિહાસનો સૌથી ખરાબ રેકોર્ડ બનાવ્યો હતો. મોહિતે કુલ ચાર ઓવર ફેંકી, જેમાં દિલ્હીના બેટ્સમેનોએ 73 રન બનાવ્યા. આ સાથે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે.દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે મોહિત શર્માની ઇનિંગની 20મી ઓવરમાં 30 રન (2,WD,6,4,6,6,6) સાથે 1 રન વાઇડ બોલ દ્વારા બનાવીને મોહિત શર્માને હંફાવ્યા હતા. આ સાથે પંત આ ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular