Saturday, May 18, 2024
HomeગુજરાતGUJARAT: લારીવાળાને વાન સાથે ઢસડી જનાર પોલીસ કર્મીઓને રિમાન્ડ

GUJARAT: લારીવાળાને વાન સાથે ઢસડી જનાર પોલીસ કર્મીઓને રિમાન્ડ

- Advertisement -

વડોદરા રેલવે સ્ટેશન નજીક લારી બંધ કરાવવા ગયેલી પોલીસે લારીવાળા મો.ફૈઝાનને ઢોર માર મારી જીપ સાથે ઢસડી જવાના બનેલા બનાવમાં હત્યાના પ્રયાસ બદલ પકડાયેલા ત્રણ પોલીસ કર્મીઓને એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

પોલીસે એલઆરડી મોહંમદ મુબશશિર મોહંમદ સલીમ,રઘુવીર ભરતભાઇ અને ડ્રાઇવર કિશન નટવરભાઇ પરમારને કોર્ટ સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી આરોપીઓ કાયદાના જાણકાર હોવાથી સહકાર આપતા નથી તેમણે લાકડી સિવાય બીજા કોઇ સાધનનો ઉપયોગ કર્યો છેકે કેમ,ક્યા આરોપીનો શું રોલ હતો જેવા મુદ્દા રજૂ કર્યા હતા.કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular