Wednesday, May 22, 2024
Homeગુજરાતગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો જીરૂનો ભાવ 43551 બોલાયો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો જીરૂનો ભાવ 43551 બોલાયો

- Advertisement -

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ 43,551/- બોલાયા છે. આ સાથે જ યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ઉંચો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રના માર્કેટમાં જીરાની આવક શરૂ ગઈ છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ 43,551/- બોલાયા, યાર્ડ ના ઇતિહાસ માં સૌ પ્રથમ પહેલી વાર ઉંચો ભાવ બોલાયો હતો.

સૌરાષ્ટ્ર નું પ્રથમ નંબર પર આવતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતી બજારે માર્કેટયાર્ડ ખાતે આજે ગોંડલ યાર્ડના ઇતિહાસમાં હાઈએસ્ટ ભાવ રૂપિયા 43,551/- બોલાયા છે. ગોંડલ માર્કેટીંગયાર્ડ માં આજે સવારે સૌ પ્રથમ નવા જીરૂ ની 80 કિલો જીરૂ ની આવક જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં શ્રીફળ વધેરીને મુહુર્તના નવા જીરૂની હરાજી કરવામાં આવી હતી. આ દરમિયા સાણથલીના ખેડૂત અને જીરૂ ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મીઠું મોઢું કરાવ્યું હતું .નવા જીરૂના મુહુર્ત ના ભાવ 43,551/- રૂપિયા ખેડૂતો ને મળ્યા હતા.

ગોંડલ માર્કેટીંગયાર્ડ માં ગત વર્ષે સવારે સૌ પ્રથમ નવા જીરૂ ની 3 ગુણીની આવક જોવા મળી હતી. જેમાં જીરૂનો મુહુર્તનો 20 કિલો જીરૂ નો ભાવ 36001/- સુધીનો મોટા દડવા ના ખેડૂત ધર્મેન્દ્રભાઈ વસાણી અને સાણથલી ના ખેડૂત રમેશભાઈ ઉકાભાઈ કચ્છી ને મળ્યા હતા યાર્ડ માં પરબઘણી એન્ટરપ્રાઇઝ ના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂ ની ખરીદી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular