Thursday, May 2, 2024
Homeપરિણામથી વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમ, માસ પ્રમોશનના કારણે પરિણામ પર અસર...
Array

પરિણામથી વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમ, માસ પ્રમોશનના કારણે પરિણામ પર અસર પડી

- Advertisement -

ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. જેવી રીતે ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું તે જ ફોર્મેટમાં આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યાં હતાં. કેટલાક વિદ્યાર્થીઓમાં ખુશી તો કેટલાકને અપેક્ષા પ્રમાણે પરિણામ નહીં મળતાં તેઓ નિરાશ જોવા મળ્યાં હતાં. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, પરિણામ અંગે સરકારે જે ફોર્મેટ જાહેર કર્યું તેનાથી પરિણામ માટે અંદાજ હતો.

પરિણામ બાદ કેટલાક વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ હતો

અપેક્ષા પ્રમાણે પરિણામ નહીં આવતા વિદ્યાર્થીઓ નિરાશ
પરિણામ અંગેનું ફોર્મેટ શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓને પરિણામ અંગે અંદાજ હતો. પરંતુ આજે સત્તાવાર પરિણામ જાહેર થયું છે. જેથી વિદ્યાર્થીઓ પરિણામની કોપી લેવા માટે સ્કૂલ પર પહોંચ્યા હતા. નારાણપુરમાં આવેલ વિજયનગર સ્કૂલમાં સવારે 8 વાગે પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ સ્કૂલે પરિણામ મેળવવા પહોંચ્યા હતા. પરિણામ હાથમાં આવતા કેટલાક વિદ્યાર્થીઓ ખુશ દેખાયા હતા તો કેટલાક વિદ્યાર્થીઓ નિરાશ દેખાયા હતા. વિદ્યાર્થીઓની અપેક્ષા પ્રમાણે પરિણામ ના આવતા વિદ્યાર્થીઓ નિરાશ જોવા મળ્યા હતા.

વિદ્યાર્થીઓએ પરિણામ અંગે દિવ્યભાસ્કર સાથે વાતચિત કરી હતી

વિદ્યાર્થીઓનું પરિણામને લઈને શું કહેવું છે?
માસ પ્રમોશનના કારણે પરિણામ પર અસર પડી છે. પરીક્ષા યોજાઈ હોત તો પરિણામ સારું આવ્યું હોત. મયંક નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે માટે 75 ટકા આવ્યા છે. પરીક્ષા લેવાઈ હોત તો વધારે ટકાવારી આવી હોત. મહેનત હતી જેથી પરિણામ સારું આવે તેવી આશા હતી. રોજ 5 થી 6 કલાક સુધી મહેનત કરી હતી તે મુજબ પરિણામ આપ્યું નથી. હેલી પટેલ નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે અમે મહેનત તો કરી હતી પરંતુ કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. અપેક્ષા પ્રમાણે પરિણામ આવ્યું છે.પરિણામથી હું ખુશ છું અને હવે આગળ જઈને આ પ્રમાણે જ મહેનત કરીને આગળ વધીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular