જો તમારી સ્કીન પણ શુષ્ક, સૂખી કે પછી તમારી ત્વચાનો નિખાર ક્યાંક ખોવાઇ ગયો છે તો ઘરમાં રહેલી જ કેટલીક વસ્તુઓ ત્વચાને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરી શકે છે.
હકીકતમાં ગરમી, ધૂળ, માટી અને કેમિકલ વાળા સ્કીન કેર પ્રોડક્ટ ઉપયોગમા લેવાથી સ્કિન પરનો ગ્લો ક્યાંક ખોવાઇ જાય છે અને ત્વચા બેજાન દેખાવા લાગે છે. એવામાં ઘરની વસ્તુઓ સ્કીનમાં ફરી ગ્લો પાછો લાવે છે. ગ્લોઇંગ સ્કિનનો શોર્ટકટ છે આ વસ્તુ, એક્સપર્ટનું માનવું છે કે 7 દિવસ આનો યુઝ કરવાથી ત્વચાની કાયા બદલાઇ જાય છે. આવો જાણીએ આ ફેસપેક કેવી રીતે બને છે અને કેવી રીતે વર્ક કરે છે.
સ્કિનને નિખાર આપશે આ હોમમેડ ફેસ પેક
આ ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા તમારે દૂધમાં ચિંરોજી નાખી પલાળી રાખો અને બાદમાં તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી એલોવેરા જેલ, એક ચમચી ગ્લિસરિન અને એક ચમચી ગુલાબજળ ભેળવી લેવુ. આ ચારેય વસ્તુઓને એક સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.
આ ફેસ પેકને સાફ કરેલાં ચહેરાં પર લગાવો અને અડધાં કલાક માટે લગાવીને છોડી દો. અડધાં કલાક બાદ હળવા હાથોથી ચહેરા પરના પેકને ધીમાં હાથે મસાજ કરો અને પછી ધોઇ લો. તમને પહેલાં જ દિવસે સ્કિન પર ફરક જોવા મળશે. એક્સપર્ટનું માનવું છે કે આ ફેસપેકને સતત 7 દિવસ સુધી લગાવાથી તે સ્કિન એકદમ સાફ અને ગ્લોઇંગ દેખાવા લાગશે.
અન્ય ઘરેલૂ ઉપાય
બટાકાસ ખુબ જ ફાયદાકારક છે. બટાકાને છીણીને તેમાંથી રસ નીકાળીને રૂની મદદથી આ રસને ફેસ પર લગાવી દો. બાદમાં તેને 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ચોખ્ખા પાણીથી ધોઇ લો. આ ઉપાય અઠવાડિયામાં 1 કે 2 વખત કરી શકો છો.
બેસન, હળદર અને દહીંનો પેક પણ તમારી ત્વચામાં નિખાર લાવશે. 2 ચમચી બેસન, ½ ચમચી હળદર જરૂર મુજબ દહીં આ ત્રણેયને ભેળવીને પેસ્ટ બનાવો અને ચહેરા પર 20-25 મિનિટ લગાડીને ધોઈ નાખો.આ ઉપાયને પણ તમે અઠવાડિયામાં એક વખત કરી શકો છો.
પિમ્પલ્સ માટે રામબાણ ઇલાજ-લીમડાંનો ફેસપેક
જે લોકોના ચહેરા પર વારંવાર દાણા કે ફુંસીઓ થાય છે. તેમના માટે લીમડાની પેસ્ટ ખૂબ જ ઉપયોગી છે. લીમડાંને પીસીને તેમાં હળદર ભેળવો અને ચહેરા પર 15 મિનિટ સુધી લગાડી રાખો. પછી તેને ધોઈ નાખો. ચહેરા પર તાજગી અને નિખાર અનુભવાશે.
ડિસ્ક્લેમરઃ આ લેખ માત્ર તમારી જાણ માટે છે. કોઇ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.