Friday, May 3, 2024
Homeગુજરાતસપનાનો વેપાર કરવાવાળાને ગુજરાતમાં નહીં મળે સફળતા : અમિત શાહ

સપનાનો વેપાર કરવાવાળાને ગુજરાતમાં નહીં મળે સફળતા : અમિત શાહ

- Advertisement -

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તે પહેલા હવે આમ આદમી પાર્ટી અને ભાજપ નેતાઓ વચ્ચે સીધો શાબ્દિક જંગ જામ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું કે, જે લોકો સપનાનો બિઝનેસ કરે છે તેમને ગુજરાતમાં સફળતા નહીં મળે.

અમિત શાહે કહ્યું હતું કે હું ગુજરાતની જનતાને સારી રીતે ઓળખું છું, જે લોકો સપનાનો વેપાર કરે છે તેમને અહીં કોઇ સફળતા નહીં મળે. ગુજરાતી માણસને પણ ઓળખે છે અને તેના કામને પણ ઓળખે છે. જે માણસ અને તેના કામને ઓળખે છે. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાના છે. ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનાવશે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શાહના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે હું કહી રહ્યો છું કે ભાજપ પર વિશ્વાસ ન કરો. તે સપના બતાવે છે. કેજરીવાલે કહ્યું કે તેઓ (અમિત શાહ) સાચું બોલ્યાં છે. તેઓ તેમની પાર્ટી વિરૃદ્ધ બોલી રહ્યાં છે. જે પણ આવીને કહે કે હું 15 લાખ રૂપિયા બેંક ખાતામાં જમા કરાવી દઈશ, તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો. જે પણ કહે કે દિલ્હીમાં વીજળી મફત કરવામાં આવી છે, પંજાબમાં વીજળી મફત કરવામાં આવી છે, તેથી હું ગુજરાતમાં પણ તેમના પર વિશ્વાસ કરીશ. તે યોગ્ય વ્યક્તિ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular