GUJARAT : ઈ મેમોથી બચવા બાઈકમાં ડબલ નંબર પ્લેટ લગાવી, પોલીસે બરાબર પાઠ ભણાવ્યો

0
80
meetarticle

જૂનાગઢ શહેરમાં એક ચતુર બાઈક ચાલકે ઈ-ચલણથી બચવા માટે પોલીસની આંખોમાં ધૂળ નાખવા પોતાના બાઈકમાં આગળ-પાછળ અલગ અલગ નંબર પ્લેટ લગાવી હતી,

પરંતુ પોલીસે જયારે મધુરમ વિસ્તારમાં ટ્રાફિક ચેકિંગ કર્યું જેમાં ઈમેમો અપાયો અને ત્યાર બાદ ઊંડી તપાસમાં સઘળી હકીકત સામે આવી અને અંતે પોલીસે બે શખ્સો સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે.

આગળ-પાછળ અલગ અલગ નંબર પ્લેટ જોવા મળી

જૂનાગઢ સી ડિવીઝન પીએસઆઈ આર.આર.બ્લોચ સહિતનો સ્ટાફ ગત તા.24 જુલાઈએ મધુરમ ગેઇટ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા, તે સમયે પોલીસ દ્વારા વાહન ચાલકોને VOC એપ્લીકેશન મારફતે બાઈક ચાલકોને ઈ-ચલણ આપ્યા હતા, અને તે ઈ-ચલણ જનરેટ થતા જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા ચકાસણી કરવામાં આવતા તેમાં એક બાઈકમાં આગળ-પાછળ અલગ અલગ નંબર પ્લેટ જોવા મળી હતી. જે અંગે સી ડિવીઝન પોલીસને તપાસ કરવા પત્ર લખવામાં આવ્યો હતો.

ડબલ નંબર પ્લેટ જોઈ પોલીસ પણ ચોંકી

જેને લઈને પી.આઈ. વત્સલ સાવજે જૂનાગઢ આરટીઓ મારફતે બાઈકમાં આગળ લગાવેલી નંબર પ્લેટ જીજે.11.પી.8304 અને પાછળ લગાવેલી નંબર પ્લેટ જીજે.11-એ.એફ.1551 ની ખરાઈ કરવાતા આગળનો નંબર માંગરોળના દિવાસા ગામના રસીદ કારાભાઈ મલેકના નામે અને પાછળનો નંબર કેશોદના બારમેડા જયેશભાઈ મોહનભાઈના નામે રજીસ્ટ્રેશન હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોલીસે આ બાઈક હાલ ક્યાં છે, તેની તપાસ કરતા તે બાઈક મુલાવાડાના નાકે રહેતા મોહસીનખાન મજીદખાન બેલીમ પાસે હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે બે શખ્સો સામે ગુનો દાખલ કર્યો

પોલીસે તેની પૂછપરછ કરતા તેણે કહ્યું કે, આ બાઈક તેણે માંગરોળના દિવાસા ગામે રહેતા ફુઈના દીકરા રસીદભાઈ પાસેથી વર્ષ ૨૦૦૨ માં વેચાણથી ખરીદ કર્યું હતું, પરંતુ ટ્રાન્સફર કરાવ્યું ન હતું, અને તેવામાં બાઈકની પાછળની નંબર પ્લેટ તૂટી જતા પોતાને ફેબ્રીકેશનની દુકાન હોય જેથી ખોટી નંબર પ્લેટ બનાવીને બાઈકમાં પાછળ લગાવી દીધી હતી, અને ઈ-ચલણથી બચવા માટે તેણે ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું અને તે બાઈક દુકાનના કામ સબબ તેનો માણસ મહમદ તારીક સુલ્તાનખાન બેલીમ અવાર-નવાર લઈ જતો હતો. અને તે દિવસે મેમો આવ્યો હતો. જે હકીકત સામે આવ્યા પછી પોલીસે મોહસીનખાન બેલીમ અને મહમદતારીક બેલીમ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here