TOP NEWS : રાજ્ય પર વધુ એક સંકટ, 22 માર્ચે વધુ એક સિસ્ટમ થશે એક્ટિવ, કમોસમી વરસાદનું એલર્ટ

0
29
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) રાજ્યના ખેડૂત માટે વધુ એક માઠા સમાચાર છે. હવામાન વિભાગે 22 માર્ચ બાદ ફરી એક માવઠાના રાઉન્ડની શક્યતા વ્યકત કરી છે. વધુ એક સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાત, રાજસ્થાન સહિત આ રાજ્યોમાં ફરી કમોસમી વરસાદ વરસી શકે છે.

Gujarat Rain Forecast: IMD મુજબ, હાલમાં દેશમાં  પાંચ હવામાન સિસ્ટમ એક્ટિવ છે.   પરિણામે, રાજ્યમાં વરસાદ, તોફાન અને કરા પડયાં છે.  હવામાન વિભાગની વધુ એક આગાહીએ ચિંતા વધારી છે.  22 માર્ચ પછી એક નવી સિસ્ટમ સક્રિય થશે. હવામાન વિભાગ અનુસાર,  અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે  હવામાનમાં ફરી એકવાર પલટો આવશે,. આ સિસ્ટમની અસર, ખાસ કરીને ગુજરાત ઉત્તર મધ્યપ્રદેશ રાજસ્થાન પર અનુભવાઈ શકે છે.  આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં હવામાન આંશિક રીતે અસ્થિર રહેશે. દિવસના તાપમાનમાં વધારો થશે, અને સાંજે વાદળો ઘેરાશે અને ઘૂળ ભરી આંઘી સાથે  ગાજવીજ સાથે છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 

હવામન  વિભાગની આગાહી મુજબ 22 માર્ચે એક સિસ્ટમ આકાર લેશે જે એક્ટિવ થતાં 25 માર્ચ બાદ ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને તાપમાનો પારો ગગડશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યમાં હજુ પણ આગામી કલાકોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે.

જમ્મુ કાશ્મીરમાં ઠંડીની વાપસી હિમવર્ષા સાથે વરસ્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં જમ્મુ અને કાશ્મીરમાં હવામાન બદલાયું છે, મોટાભાગના વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ અને હિમવર્ષા નોંધાઈ છે. વધતી ઠંડીએ સામાન્ય જનજીવનને અસર કરી છે, અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ પૂરતું પરિસ્થિતિ આવી  જ રહેવાની શક્યતા છે. વરસાદને કારણે ઠંડી પાછી ફરી છે. ગયા અઠવાડિયે ગરમી એટલી વધી ગઈ હતી કે લોકોને ગરમીથી બચવા માટે પંખાનો ઉપયોગ કરવો પડ્યો હતો. તાપમાન સતત 30 ડિગ્રીથી ઉપર રહ્યું હતુ. કાશ્મીરમાં, આ વર્ષના મોટાભાગના સમય માટે તાપમાન સામાન્યથી ઉપર રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here