TOP NEWS : અમદાવાદ વસ્ત્રાલમાં AMCની કચરા ગાડીએ મોપેડ સવાર બે સગીરાને જોરદાર ટક્કર મારતા કિશોરી હવામાં ફંગોળાઈ

0
114
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પ્રણામી બંગલોઝ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. માધવ પાર્કમાં રહેતા રાજસ્થાની પરિવારની બે કિશોરીઓ જ્યારે મોપેડ પર જઈ રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવતી AMCની કચરાની ગાડીએ તેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતા જ બંને કિશોરી હવામાં ફંગોળાઈને દૂર પડી હતી. આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઘટના CCTV કેમેરામાં કેદ થઈ

અકસ્માતની આ સમગ્ર ઘટના સોસાયટીના ગેટ પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે બેદરકાર ડ્રાઈવરે કિશોરીઓને ટક્કર મારી. અકસ્માત થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બંને કિશોરીઓને તાત્કાલિક હોસ્પિટલ ભેગી કરવામાં આવી હતી. હાલમાં બંને કિશોરીઓ તબીબી નિરીક્ષણ હેઠળ છે. સોશિયલ મીડિયા પર સીસીટીવી ફૂટેજ વાઈરલ થતાં લોકોમાં રોડ સેફ્ટી અને કોન્ટ્રાક્ટ પર ચાલતા વાહનોના ડ્રાઈવરોની તાલીમ અંગે પ્રશ્નો ઊઠી રહ્યા છે.આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક H ડિવિઝનના PI એ.વાય. પટેલ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર ડ્રાઈવરને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે કચરા ગાડીને કબજે કરી ડ્રાઈવરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here