Thursday, May 2, 2024
Homeઅમદાવાદટ્રાફિક જોઈન્ટ કમિશનરની ચેતવણી : ભૂલથી પણ ટ્રાફિક વિભાગની કામગીરીમાં દખલગીરી કરશો...

ટ્રાફિક જોઈન્ટ કમિશનરની ચેતવણી : ભૂલથી પણ ટ્રાફિક વિભાગની કામગીરીમાં દખલગીરી કરશો તો ગયા સમજજો

- Advertisement -

અમદાવાદમાં રાત-દિવસ દોડતા વાહનો મુદ્દે ટ્રાફિક જોઈન્ટ કમિશનર મયંકસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. વાહનો પર હોદ્દો, વિશેષ ઓળખ, જાતિ વિશેના લખાણ, સ્ટીકર મુદ્દે ફરજમાં અડચણ ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. જો કે, વાહનો પર ફેન્સી નંબર, કાળા કલર, કાચથી લખી નહીં શકાય. આવું કરનાર સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 1989ની હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાશે. ટ્રાફિક વિભાગની કામગીરી સામે દખલગીરી સામે કાર્યવાહી થઈ શકવાની સ્પષ્ટતા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર પોલીસે ટ્રાફિક કાયદાને અનુસરતો મહત્વનો આદેશ જાહેર કર્યો હતો. જેમાં પોલીસ અધિકારી કે કર્મચારી ફરજ પર આવતા જતા દરમ્યાન હેલ્મેટ વગર મુસાફરી કરે છે, ત્રણ સવારી મુસાફરી કરે છે. સાથે સાથે તેમના વાહનોમાં પણ ખામીયુક્ત નંબર પ્લેટ જોવા મળી છે. બીજી તરફ HSRP નંબર પ્લેટ વગરના વાહનો જોવા મળ્યાં છે. વાહનો પર POLICE અથવા P પણ લખેલાનું ધ્યાનમાં આવ્યું છે, બીજી તરફ અન્ય વાહન ચાલકો પણ પોતાના વાહન પર DR, ADVOCATE, PRESS, એન્ટી કરપ્શન બ્યુરો કમિટીના સભ્ય વગેરે જેવા લખાણ કરેલા હોય છે. તે તમામ સદંતર રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે તમામ પોલીસ સ્ટેશનો તેમજ પોલીસ હેડ ક્વાટર, પોલીસ કમિશ્નર કચેરી, તમામ વિરુદ્ધ મોટર વ્હીક્લ એક્ટ અંતર્ગત કેસો કરવાના રહેશે અને આ સ્થળો પર પોલીસ ચેકીંગના પોઈન્ટ ગોઠવવાના રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular