Thursday, May 2, 2024
Homeગેજેટઆ 17 એપ્સમાં આવ્યો Trojan વાયરલ,બેન્ક ખાતુ કરી દે છે ખાલી

આ 17 એપ્સમાં આવ્યો Trojan વાયરલ,બેન્ક ખાતુ કરી દે છે ખાલી

- Advertisement -

જો તમે એન્ડ્રોઇડ યૂઝર છો, અને એન્ડ્રોઇડ ફોન વાપરી રહ્યાં છો તો તમારે બહુજ સતર્ક રહેવાની જરૂર છે, કેમ કે ગૂગલ પ્લે સ્ટૉરની કેટલીય એપ્સમાં વાયરસ મળી આવવવાના સમાચાર ફરીથી સામે આવ્યા છે. ડૉક્ટર વેબે એક રિપોર્ટ રજૂ કર્યો છે. ડૉક્ટર વેબની મોબાઇલ એપની જૂન 2022ના આ સમીક્ષા અનુસાર, મોટાભાગના એન્ડ્રોઇડ મોબાઇલ એપમાં ટ્રૉઝન વાયરસ મળ્યો છે.

જાણકારી અનુસાર, માલવેયર એનાલિસ્ટ્સને ગૂગલ પ્લે સ્ટૉર પર ડઝનેક વાયરસ વાળી એપની જાણ થઇ છે. આમાં એડવેયર ટ્રૉઝન મુખ્ય રીતે સામેલ છે. આની સાથે જ એનાલિસ્ટ્સને સ્કેમર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવનારી એપ, ગોપનીય ડેટાને ટાર્ગેટ કરનારી એપ અને ડેટા ચોરી કરનારી અન્ય એપ્સની પણ જાણ થઇ છે. ઉલ્લેખનીય છે કે જે એપ્સમાં ટ્રૉઝન માલવેયર મળી આવ્યો છે, તેમાં ઇમેજ-એડિટિંગ સૉફ્ટવેર, વર્ચ્યૂઅલ કીબોર્ડ, સિસ્ટમ ટૂલ્સ અને યૂટિલિટીઝ, કૉલિંગ એપ, વૉલપેપર કલેક્શન જેવી એપ્સના નામ સામેલ છે.

આ Android એપ્સમાંથી મળ્યો ટ્રૉઝન માલવેયર – 

નીચે બતાવવામાં આવેલી એપ્સમાં ટ્રૉઝન માલવેયરની પુષ્ટી થઇ છે.

Corrections & Cutouts
Art Filters
Design Maker
photo editor
Background eraser
Photo & Exif Editor
Filter Effects
photo filters and effects
Blur Image
Cut
Paste
Emoji Keyboard
Neon theme keyboard
FastCleaner
Live Screen
Reminders

ટ્રૉઝન્સને લાખો લોકોએ કરી ડાઉનલૉડ –

એન્ડ્રોઇડ સ્પાયવેરની જૂનની ગતિવિધિઓમાં મેની તુલનામાં 20 ટકાની કમી નોંધવામાં આવી છે. આની સાથે જ ઝડપથી સ્પેડ થનારી એડવેયર ટ્રૉઝનની ગતિવિધિઓમાં પણ કમી જોવા મળી છે, પરંતુ રિપોર્ટ અનુસાર, માલવેયર વિશ્લેષકોએ Google Play પર જે ડઝનેક એપ્સની શોધ કરી, તેમાં એડવેયર ટ્રૉઝન પણ સામેલ છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે આ 30 એડવેયર ટ્રૉઝનને લગભગ 9.89 મિલિયન (98.9 લાખ) થી પણ વધુ લોકોએ ડાઉનલૉડ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular