અમેરિકાની મેરીલેન્ડ અદાલતે ટ્રમ્પના એ આદેશ પર રોક લગાવી દીધી છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર અથવા કામચલાઉ સ્થળાંતર કરનારાઓના બાળકોને નાગરિકત્વ આપવાનો ઇનકાર કરવામાં આવશે.જજ ડેબોરા બોર્ડમેને આ સંવિધાનના 14માં સંશોધનનુ ઉલ્લંઘન ગણાવ્યુ છે.
આ ચોથી વખત છે કે જ્યારે કોઇ અદાલત આ નીતિને નામંજૂર કરી છે.
ટ્રમ્પ પ્રશાસનને વધુ એક મોટો ઝટકો
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મેરીલેન્ડની સંઘીય અદાલતે ટ્રમ્પના એ આદેશ પર રોક લગાવી છે જેમાં કહેવામાં આવ્યુ હતુ કે અમેરિકામાં ગેરકાયદેસર અથવા કામચલાઉ સ્થળાંતર કરનારાઓના બાળકોને નાગરિકત્વ નહીં આપવામાં આવે. આ નિર્ણય દેશભરમાં ચોથી વખત આવ્યો છે.જ્યારે ટ્રમ્પની જન્મસિદ્ધ અધિકાર નીતિને કોર્ટે ગેરકાયદેસર જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્દેશો છતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે દેશભરમાં આદેશના અમલીકરણ પર અસર પડી હતી.


