WORLD : ટ્રમ્પે શરુ કરી માઇન્ડગેમ! યુક્રેન યુદ્ધ અંગે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટથી ઝેલેન્સ્કી ટેન્શનમાં

0
77
meetarticle

ડોનાલ્ડ ટ્રમ્પે અલાસ્કામાં રશિયન પ્રમુખ પુતિન સાથેની મુલાકાત બાદ તરત જ ઝેલેન્સ્કીને મળવા માટે અમેરિકા બોલાવ્યા છે. આજે બંને વચ્ચે બેઠક યોજાવાની છે જેના પર સૌની નજર છે ત્યારે આ બેઠક અગાઉ જ ટ્રમ્પે ફરી એકવાર માઇન્ડ ગેમની શરુઆત કરી દેતાં સૌ કોઈ ચોંક્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

મહત્ત્વપૂર્ણ બેઠક અગાઉ ટ્રમ્પે માઇન્ડ ગેમ શરુ કરતાં ટ્રુથ પર એક પોસ્ટમાં એવું કંઈક લખ્યું છે જેનાથી સ્પષ્ટ લાગે છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સીઝફાયરની સંપૂર્ણ જવાબદારી હવે ઝેલેન્સ્કીની રહેશે. ટ્રમ્પે ટ્રુથ પર લખ્યું છે કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ઇચ્છે તો રશિયા સાથે યુદ્ધ લગભગ તાત્કાલિક સમાપ્ત કરી શકે છે કાં પછી લડવાનું ચાલુ રાખી શકે છે. યાદ રાખજો કે આ યુદ્ધની શરુઆત કેવી રીતે થઈ. ઓબામા દ્વારા આપવામાં આવેલું ક્રીમિયા ક્યારેય પાછું નહીં મળે (12 વર્ષ અગાઉ એક પણ ગોળી ચલાવ્યા વિના) અને યુક્રેનને નાટોમાં સ્થાન નહીં મળે. અમુક વસ્તુઓ ક્યારેય નથી બદલાતી!!!

ઝેલેન્સ્કી પણ બેઠક અગાઉ તૈયાર! 

ઉલ્લેખનીય છે કે અગાઉ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની બેઠકમાં ભારે હોબાળો થયો હતો અને ઝેલેન્સ્કીને અપમાનિત કરવામાં આવતા તેઓ વ્હાઇટ હાઉસ છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ હવે જ્યારે ફરી મીટિંગ થવા જઈ રહી છે ત્યારે ઝેલેન્સ્કી પહેલાથી તૈયાર સાથે જઈ રહ્યા છે અને આ વખતે પોતાની સાથે યુરોપિયન દેશોના નેતાઓ જેમ કે બ્રિટનના પીએમ કીર સ્ટાર્મર, ફ્રાન્સ પ્રમુખ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડ્રિક મર્જ અને ઈટાલીના પીએમ મેલોની તથા ફિનલૅન્ડ પ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબને સાથે લઈને જઈ રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here