GUJARAT : ઈ-સિગારેટના ગેરકાયદેસર વેચાણ કરતા બે ઈસમોની ધરપકડ, કુલ ₹૧,૩૩,૦૦૦નો મુદ્દામાલ જપ્ત

0
43
meetarticle

શિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ભરૂચ દ્વારા ઈ-સિગારેટના ગેરકાયદેસર વેચાણ સામે સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ટીમે ભરૂચ શહેર અને નબીપુર વિસ્તારમાં બે અલગ-અલગ દરોડા પાડીને પ્રતિબંધિત ઈ-સિગારેટ અને ફ્લેવર (રીફીલ)નો જથ્થો ઝડપી પાડ્યો છે, અને બે આરોપીઓની ધરપકડ કરી છે.

ભરૂચ શહેર “એ” ડીવી. પો. સ્ટે. વિસ્તારમાંથી કાર્યવાહી
SOG ટીમને બાતમી મળી હતી કે, ભરૂચના સિટી સેન્ટરમાં આવેલી “ક્રેઝી બાઈટ” નામની દુકાનમાં રૈયાન પટેલ નામનો ઈસમ ગેરકાયદેસર રીતે ઈ-સિગારેટનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દુકાન પર દરોડો પાડ્યો હતો. દુકાનમાંથી વિદેશી કંપનીની કુલ ૧૦ નંગ ઈ-સિગારેટ મળી આવી હતી, જેની કિંમત ₹૩૫,૦૦૦ છે. પોલીસે રૈયાન ઈમ્તીયાજ પટેલ (ઉંમર ૧૯)ની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં મુંબઈનો અબરાર પટેલ નામનો ઈસમ વોન્ટેડ છે.

નબીપુર પો. સ્ટે. વિસ્તારમાંથી કાર્યવાહી
બીજા એક દરોડામાં, SOG ટીમને માહિતી મળી હતી કે સીતપોણ ગામ, ટંકારીયા રોડ પર રહેતો ઈમરાન આદમ પટેલ તેના ઘરે પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો વેચાણ માટે રાખે છે. પોલીસે ઈમરાન પટેલના ઘરે દરોડો પાડીને જુદી જુદી વિદેશી કંપનીની ૪૭ નંગ ઈ-સિગારેટ અને ફ્લેવર (રીફીલ) તેમજ એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹૯૮,૦૦૦ છે. પોલીસે ઈમરાન આદમ પટેલ (ઉંમર ૪૨)ની ધરપકડ કરી છે. આ કેસમાં મુંબઈનો ઉસ્માન નામનો ઈસમ વોન્ટેડ છે.

જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત
બંને કેસમાં કુલ મળીને ૫૭ નંગ ઈ-સિગારેટ અને ફ્લેવર જપ્ત કરવામાં આવી છે, જેની કુલ કિંમત ₹૧,૩૩,૦૦૦ છે. આ જથ્થામાં “HAYATI PRO ULTRA”, “ELFBAR”, “ELUX”, “FUNKY LANDS”, “ROCKET HOOKAHAS”, “QUIZZ”, “INOX PLASMA”, અને “FLOW POD” જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. આ તમામ ઈ-સિગારેટ “મેડ ઈન ચાઈના” છે.
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ “ધી પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ અધિનિયમ” હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here