ગુજરાત ના અમદાવાદ અને બાલાસિનોર ની ભણતા વિદ્યાર્થીઓ ની મારામારી નો શિલશિલા બાદ વધુ એક ઘટના વડોદરા શહેર નજીક આવેલ સિકંદર પુરા ની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ ના ધો 7 માં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી નો મામલો સામે આવ્યો છે
અંદરોઅંદર ની બે વિધાર્થીઓ વચ્ચે ની ઝપાઝપી માં એક વિધાર્થી ના લમણે ઇજાઓ પહોંચતા ગરમાયેલ મામલો વાઘોડિયા પોલીસ મથકે પહોંચતા ઘાયલ વિધાર્થી ના દાદા ને વાઘોડિયા પોલીસ મથકે બોલાવ્યા હતા વડોદરા થી આજવા રોડ પર આવેલ સિકંદર પુરા ગામ ના હદમાં આવતી પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલ છે જેમાં શુક્રવારે સવારે 11-30 વાગ્યા ના સુમારે ધોરણ 7 માં ભણતા બે વિધાર્થીઓ વચ્ચે છુટા હાથ ની મારામારી થઈ હતી જેમાં એક વિધાર્થી ને લમણા ના ભાગે ઘસરકા પડ્યા હતા તે વિધાર્થી ઘરે પહોંચી ને તેનાં દાદા ને વાતચીત કરતા તાજેતરમાં અમદાવાદ સ્કૂલ ખાતે બનેલ ઘટના ને ધ્યાન માં રાખીને સાવચેતી ના ભાગરૂપે તેનાં દાદા એ તત્કાળ મિડિયા ને જાણ કરી હતી અને વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પણ આ બાબતે જાણ કરતા પોલીસે ફરીયાદ ની તજવીજ હાથ ધરી છે ફરીયાદ ના આધારે વાઘોડિયા પોલીસ પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પહોંચી ને સ્કૂલ ના આચાર્ય સહિત શિક્ષકો ની હાથ ધરી હતી અને તેમના નિવેદનો નોંધી ને આગળ તપાસ હાથ ધરી છે
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા


