Thursday, May 2, 2024
Homeટોપ ન્યૂઝUP : રહસ્યમયી ચોકલેટ ખાવાથી ચાર માસૂમ બાળકોના મોત

UP : રહસ્યમયી ચોકલેટ ખાવાથી ચાર માસૂમ બાળકોના મોત

- Advertisement -

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં રહસ્યમયી ચોકલેટ ખાવાથી ચાર માસૂમ બાળકોના મોતનો મામલો સામે આવ્યો છે. એક સાથે ચાર બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. મૃતકોમાં બે છોકરા અને બે છોકરીઓ સામેલ છે. તમામની ઉંમર 2થી 6 વર્ષની વચ્ચે છે. ઘટના કસયા પોલીસ મથક હદના કુડવા ઉર્ફે દિલીપનગરના સિસઈ લઠઉર ટોલેની છે. મૃતકોના પરિજનોનો આરોપ છે કે દરવાજા પર કોઈએ આ ચોકલેટ ફેકી હતી, જેને ખાધા બાદ આ બાળકોએ દમ તોડ્યો. મૃતકોમાંથી ત્રણ  બાળકો એક જ પરિવારના છે. યુપીના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા પીડિત પરિવારને તત્કાળ સહાયતા તથા તપાસના નિર્દેશ આપ્યા છે.

ઉપજિલ્લાધિકારી વરુણકુમારપાંડેએ ગ્રામીણોના હવાલે જણાવ્યું કે કસયા પોલીસ મથક હદના કુડવા ઉર્ફે દિલીપનગરના લઠઉર ટોલાની મુખિયા દેવી સવારે ઘરના દરવાજે ઝાડૂ લગાવી રહી હતી. તે વખતે તેને એક પોલીથીન બેગમાં પાંચ ચોકલેટ અને 9 રૂપિયા મળ્યા. તેમાંથી તેણે 3 ચોકલેટ તેના પૌત્ર પૌત્રીઓને અને એક ચોકલેટ પાડોશીના બાળકને આપી. ચારેય બાળકો ચોકલેટ ખાધા બાદ રમાવા માટે જેવા થોડા આગળ ગયા કે બેહોશ થઈને જમીન પર પડી ગયા. તેમણે જણાવ્યું કે બાળકોને ગ્રામીણોએ જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા. જ્યાં  ડોક્ટરોએ ચારેય બાળકોને મૃત જાહેર કર્યા. મૃત બાળકોમાંથી 3 સગા ભાઈ બહેનો મંજના (5), સ્વિટી(3) અને 2 વર્ષનો સમર સામેલ છે. પાડોશમાં રહેતો બલેસરનો પાંચ વર્ષના એકમાત્ર પુત્ર અરુણનું ચોકલેટ ખાવાથી મોત થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular