VADODARA : બરોડા ડેરીની તા.૧૮માર્ચે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૃઆત

0
110
meetarticle

બરોડા ડેરીની આગામી તા.૧૮મી માર્ચે યોજાનારી ચૂંટણી માટેની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.અંદાજે ૧હજાર જેટલી મંડળીઓએ નક્કી કરેલા પ્રતિનિધિ દ્વારા મતદાન કરાશે.

હાઇકોર્ટની દરમિયાનગિરી બાદ જિલ્લા કલેક્ટર હેઠળના ચૂંટણી અધિકારીએ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.જે મુજબ તા.૨૧થી ૨૬ ફેબુ્રઆરી સુધી ફોર્મ લેવામાં અને ભરવામાં આવનાર છે.

ચૂંટણી માટે અંદાજે ૫૦થી વધુ વ્યક્તિઓ દ્વારા ૧૨૭ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.જ્યારે,આજે પહેલીવાર ક્વાંટ એપીએમસીના ચેરમેન અને ડેરીના પૂર્વ ડિરેક્ટર સહિતના પાંચ ઉમેદવારોએ છોટાઉદેપુર અને વડોદરા ઝોનમાં ફોર્મ ભર્યા હતા.જે બંને ઝોન ગઇ ટર્મમાં બિનહરીફ જાહેર થયા હતા.આવતીકાલે તમામ ડિરેક્ટરો પણ ફોર્મ ભરનાર છે.ત્યારબાદ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા કરી મેન્ડેટ આપવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here