VADODARA : શાકભાજીના વેપારીને ત્યાં નોકરી કરતા વિધર્મીનું મહિલા પર દુષ્કર્મ

0
29
meetarticle

કરજણ નવાબજાર વિસ્તારના શાકમાર્કેટમાં શાકભાજી લેવા માટે જતી એક મહિલાને વાતોમાં ફોસલાવી વેપારીને ત્યાં કામ કરતો ૫૫ વર્ષનો એક વિધમી ઓરડીમાં લઇ જઇ બે માસ સુધી દુષ્કર્મ આચરતા આધેડ વિધર્મીની પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જલારામનગરમાં સંતોષનગર ખાતે રહેતો શરીફ ઇબ્રાહિમ પટેલ શાકમાર્કેટમાં એક વેપારીને ત્યાં નોકરી કરે છે. શાકભાજીની દુકાનમાં આશરે ૩૫ વર્ષની એક મહિલા શાકભાજી લેવા માટે આવે ત્યારે શરીફ પટેલ મહિલાને પોતાની વાતમાં ફોસલાવતો હતો. આ મહિલા થોડી માનસિક અસ્વસ્થ હતી જેથી તેનું લગ્ન પણ થયું ન હતું તેનો લાભ ઉઠાવી આધેડ શરીફ પટેલ મહિલાને શાકમાર્કેટ પાછળની એક ઓરડીમાં લઇ જતો હતો અને તેના પર દુષ્કર્મ ગુજારતો હતો.

બે મહિના સુધી વારંવાર દુષ્કર્મ ગુજારતા મહિલા ગર્ભવતી થઇ હતી અને તેનું મેડિકલ ચેકઅપ કરાવતા તેને બે માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન શાકભાજીના વેપારીને ત્યાં કામ કરતા શરીફનું નામ ખુલતા આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ૫૫ વર્ષનો શરીફ પરિણીત અને બે સંતાનોનો પિતા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here