VADODARA : સમા વિસ્તારમાં જીતના જશ્ન દરમિયાન પોલીસે DJ બંધ કરાવતા ચકમક, ઉગ્ર માહોલ સર્જાયો

0
15
meetarticle

વડોદરાના સમા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે પોલીસે ડીજે બંધ કરાવતા ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા હતા અને પોલીસ સાથે ચકમક જરી હતી. 

સમા અભિલાષા ચાર રસ્તા પાસે ગઈ મોડી રાત્રે જીતેન્દ્ર સોલંકી અને અન્ય યુવકો ટી-20 ની ફાઈનલ મેચમાં ભારતની થયેલી જીતનો ડીજે વગાડી જશ્ન મનાવી રહ્યા હતા.

જે દરમિયાન પોલીસ આવી જતા ડીજે બંધ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ યુવકોએ ડીજે બંધ કરવાનો ઇન્કાર કર્યો હતો અને તે દરમિયાન પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. 

યુવકોએ કહ્યું હતું કે અમે ભારતની જીતની ઉજવણી કરી રહ્યા છે પાકિસ્તાનની નહીં. આમ છતાં બોલી છે રાત્રે 11 વાગ્યા હોવાનું કહી ડીજે બંધ કરાવવા કહેતા યુવકોએ અમે શું ગુનો કર્યો છે… મર્ડર કે બળાત્કાર કર્યા છે કે અમારી સાથે આવું વર્તન કરો છો તેમ કહી દલીલો કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ કામ ભાજપના ઇશારે થઈ રહ્યું હોવાનો પણ તેમને આક્ષેપ કર્યો હતો.

આખરે એક ગીત વગાડીને ડીએ બંધ કરાવવા માટે સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here