Friday, May 17, 2024
Homeગુજરાતવડોદરા : એઇમ્સની સ્થાપના કરવા મંજૂરી આપવા સાંસદ મનસુખ વસાવાની લોકસભામાં રજૂઆત...

વડોદરા : એઇમ્સની સ્થાપના કરવા મંજૂરી આપવા સાંસદ મનસુખ વસાવાની લોકસભામાં રજૂઆત બાદ રાજકારણ ગરમાયું

- Advertisement -

દેશમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત વિભિન્ન વિસ્તારોમાં સ્વાસ્થ્યની સુવિધા વધારવાના હેતુથી અખિલ ભારતીય આયુર્વેદ વિજ્ઞાન સંસ્થાન અંતર્ગત એઇમ્સની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં વડોદરા ખાતે સ્થાપના કરવામાં વડોદરામાં એઇમ્સની સ્થાપના કરવા મંજૂરી આપવા સાંસદ મનસુખ વસાવાની લોકસભામાં રજૂઆત બાદ ફરી રાજકારણ ગરમાયું.

આવે તેવી માંગણી કરતું નિવેદન ભરૂચના સાંસદ મનસુખ ભાઈ વસાવાએ તારીખ પાંચમીના રોજ સંસદમાં કર્યું છે જેથી ફરી એકવાર એઇમ્સના મુદ્દે રાજકારણ ગરમાયું છે.

દિલ્હીની જેમ ગુજરાતમાં એઇમ્સની સ્થાપના કરવા અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમે વડોદરા ખાતે સર્વે કર્યો હતો ત્યારબાદ થોડા વખત પહેલા રાજકોટ ખાતે એઇમ્સની સ્થાપના કરવામાં આવશે તેવી જાહેરાત પણ થઈ હતી ત્યાર પછી આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તેવે સમયે તારીખ પાંચમી ના રોજ સંસદના ચોમાસુ સત્રમાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા એ વડોદરામાં એઇમ્સની સ્થાપના કરવા મંજૂરી આપવા રજૂઆત કરી છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અખિલ ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થાન અંતર્ગત એઇમ્સની સ્થાપના અને મંજુરી આપવા અંગે નિયમ 377 પ્રમાણે રજૂઆત કરી છે.

તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે દેશમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો ઉદેશ સામાન્યરૂપે દેશના વિભિન્ન વિસ્તારોમાં સ્વાસ્થ્યની સુવિધાની અસંતુલન અને વ્યવસ્થિત કરવાના હેતુથી ગુણવત્તા પૂર્ણ ચિકિત્સા સુવિધામાં વૃદ્ધિ થાય તેવા શુભ આશયથી નવી એઇમ્સની સ્થાપનામાં હોસ્પિટલ ટ્રોમા સેન્ટર મેડિકલ કોલેજ તથા અન્ય મેડિકલ સુવિધાઓ નવી દિલ્હીમાં એઇમ્સની પેટર્ન પ્રમાણે નિર્માણ કરવાનો છે.

તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં એઇમ્સની સ્થાપના માટે વડોદરા શહેર ખુબ જ સુવિધાપૂર્ણ સ્થળ છે કારણ કે ગુજરાતના ઉત્તર દક્ષિણ વિસ્તાર ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના પણ લોકો મેડીકલની સારવાર માટે વડોદરા આવતા હોય છે જેથી વડોદરામાં એઇમ્સની સ્થાપના કરવા માટેની મંજૂરી આપવામાં આવે તે જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular