VADODARA : અધ્યાપકો અને કર્મચારીઓને પરીક્ષા વચ્ચે ચૂંટણીની ફરજ સોંપાતા અવઢવ

0
27
meetarticle

એમ.એસ.યુનિવર્સિટીમાં એક તરફ મોટાભાગની ફેકલ્ટીઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે તો બીજી તરફ યુનિવર્સિટીના સેંકડો કર્મચારીઓ અને શિક્ષકોને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ફરજ સોંપવામાં આવી છે.જેના કારણે યુનિવર્સિટી સત્તાધીશો અને ડીન મૂંઝવણમા મૂકાયા છે.

મળતી વિગતો પ્રમાણે ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શુક્રવારે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.બીજી તરફ ૭ એપ્રિલથી ફેકલ્ટીઓમાં પરીક્ષા ચાલી રહી હોવાથી ચૂંટણી તાલીમમાં જનારા અધ્યાપકો અને કર્મચારીઓ પરીક્ષાની ફરજ બજાવવા હાજર નહીં રહી શકે.છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરી શકાય તેમ પણ નથી.જેના કારણે ફેકલ્ટી ડીનોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી છે.આ મુદ્દે  ફેકલ્ટીઓમાંથી યુનિવર્સિટી હેડ ઓફિસમાં પણ રજૂઆતો થઈ હતી.જેના કારણે સત્તાધીશોએ જિલ્લા ચૂંટણી તંત્રને પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા અધ્યાપકો અને  કર્મચારીઓને ચૂંટણીની ફરજ નહીં સોપવા માટે પણ અપીલ કરી છે.જોકે જિલ્લા તંત્ર આ અપીલ માન્ય રાખે તેવી શક્યતાઓ ઓછી છે.

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનું કહેવું છે કે, ચૂંટણીની તાલીમ હોવા છતા ફેકલ્ટીઓને પરીક્ષા લેવામાં વાંધો નહીં આવે.કોઈ ફેકલ્ટી તરફથી પરીક્ષા રદ કરવા માટે ભલામણ થઈ નથી.

મેનેજમેન્ટ ફેકલ્ટીને કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પસંદ થયેલા 

વિદ્યાર્થીઓ માટે તા.૧ મે પહેલા પરીક્ષા પૂરી કરવી પડે તેમ છે

યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીની હાલત કફોડી છે.મેનેજમેન્ટ ફેકલ્ટીમાં હાલમાં પરીક્ષા ચાલી રહી છે અને લગભગ તમામ  કર્મચારીઓ અને અધ્યાપકોને ચૂંટણીની ફરજ સોંપાઈ છે.તેમને તાલીમ માટે પણ જવાનું છે.બીજી તરફ સત્તાધીશોને પરીક્ષા તા.૧ મે પહેલા પૂરી કરવી પડે તેમ છે.કારણકે પરીક્ષા આપી રહેલા ૪૫ જેટલા વિદ્યાર્થીઓની કેમ્પસ ઈન્ટરવ્યૂમાં જ નોકરી માટે પસંદગી થઈ ચૂકી છે.આ વિદ્યાર્થીઓને તા.૧ મેના રોજ નોકરી પર હાજર થવાનું છે.આમ સત્તાધીશોને આ વિદ્યાર્થીઓ માટે કોઈ પણ સંજોગોમાં પરીક્ષા લેવી પડે તેમ છે.મેનેજમેન્ટ ફેકલ્ટી ડીને આ મુદ્દે ચૂંટણી તંત્રના એક અધિકારીને રજૂઆત પણ કરી હતી.જોકે  જિલ્લા ચૂંટણી તંત્ર આ મુદ્દે અધ્યાપકો અને કર્મચારીઓને કોઈ પણ પ્રકારની રાહત આપવાના મૂડમાં નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here