VADODARA : પરપ્રાંતીઓને અહીં રહેવા દેવાના નથી તેમ કહી મારામારી કરનાર ત્રણ જણાને પોલીસે પાઠ ભણાવ્યો

0
166
meetarticle

વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈ રાત્રે જાહેરમાં લાકડીઓ વડે મારામારી કરનાર ત્રણ જણાને પોલીસે ઝડપી પાડ્યા છે. 

ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની પાસે વોક કરતા કેટલાક લોકો વચ્ચે નજીવી બાબતે બોલાચારી થઈ હતી. જેમાં એક પક્ષે પરપ્રાંતીઓને અહીંયા રહેવા દેવાના નથી તેમ કહેતા લાકડીઓ વડે હુમલો થયો હતો.

આ વખતે કેટલાક લોકો સમજાવવા માટે વચ્ચે પડ્યા હતા અને પોલીસ પણ આવી જતા બંને પક્ષી સામ સામે ફરિયાદો નોંધી ત્રણ જણાની ધરપકડ કરી હતી. પકડાયેલુંમાં અનિલ ગણેશભાઈ પુરોહિત, રમેશ ગણેશ ભાઈ પુરોહિત (શંકર પાર્ક સોસાયટી, લક્ષ્મીપુરા) અને શિવમસિગ પુષ્પેન્દ્રસિંગ કુશવાહ(શિવાંગપાકૅ સોસાયટી, લક્ષ્મીપુરા) નો સમાવેશ થાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here