Friday, May 3, 2024
HomeગુજરાતSURAT: VNSGU યુનિવર્સિટીના ચિફ સિકયુરિટી ઓફિસર મેહુલ મોદીએ પરીક્ષામાં ચોરી કરી

SURAT: VNSGU યુનિવર્સિટીના ચિફ સિકયુરિટી ઓફિસર મેહુલ મોદીએ પરીક્ષામાં ચોરી કરી

- Advertisement -

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી એટલે VNSGU,આ યુનિવર્સિટી અવાર-નવાર વિવાદમાં આવે છે ત્યારે ફરીથી આ સિકયુરિટી ચર્ચામાં આવતા વિવાદ વકર્યો છે,આ વખતે VNSGUના ચિફ સિકયુરિટી ઓફિસર મેહુલ મોદી પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા છે,તેઓ M.COMની એકસટર્નલ પરીક્ષા આપી રહ્યાં હતા તે દરમિયાન મહિલા સ્કવોડ દ્વારા કાપલી સાથે મેહુલ મોદીને ઝડપી પાડવામાં આવ્યા હતા.એડવર્ટાઈઝિંગ એન્ડ સેલ્સ મેનેજમેન્ટ પેપરમાં ચોરી કરી રહ્યા હતા.તો મહત્વનુ છે કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા એક મહિના સુધી આ ઘટના દબાવી રાખી હતી,જોકે ફેક્ટ કમિટી સમક્ષ મામલો સામે આવતા સમગ્ર ભાંડો ફૂટયો છે.

VNSGUમાં પરીક્ષા દરમિયાન મહિલા સ્કવોડ દ્વારા ગેરવર્તનની ફરિયાદ થઈ હતી. જેમાં મહિલા સ્કવોડે પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટના ખિસ્સામાં હાથ નાખવા તેમજ પરીક્ષા ખંડમાં ટી-શર્ટ ઉપર કરાવવા જેવી હરકતો કરી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ફૂટેજના આધારે યુનિવર્સિટીની ફેકટ કમિટીએ મહિલા સ્કવોડ સામે જે ફરિયાદ કરવામાં આવી છે તેને યોગ્ય ગણી છે. હવે મહિલા સ્કવોડ વિરુદ્ધ પગલાં લેવાશે.

મહિલા સ્કવોડના ગેરવર્તન અંગે VNSGUમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેથી યુનિવર્સિટીએ ફેક્ટ કમિટીની રચના કરીને આ મામલાની તપાસ કરવાના આદેશ કર્યા હતા. કમિટીની તપાસમાં મહિલા સ્કવોડના ગેરવર્તનના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. તેમણે મહિલા સ્કવોડે પુરુષ વિદ્યાર્થીઓના કપડાં પણ ઊંચા કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા મળેલી ફરિયાદ ખોટી ન હોવાથી ફેક્ટ કમિટીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે આ વર્તન સ્વીકાર્ય નથી. આ સમગ્ર મામલાની ફરિયાદ ભરુચ અને ગ્રામ્ય વિદ્યાર્થીઓએ કરી હતી.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular