Thursday, May 2, 2024
Homeવર્લ્ડWORLD: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ઉગ્ર બન્યું,રશિયાએ યુક્રેન પર ત્રણ મિસાઈલ છોડી, 17નાં...

WORLD: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ઉગ્ર બન્યું,રશિયાએ યુક્રેન પર ત્રણ મિસાઈલ છોડી, 17નાં મોત

- Advertisement -

કિવ-મોસ્કો સંઘર્ષ વચ્ચે ગુરુવારે રશિયાએ યુક્રેનના ચેર્નિહિવમાં મિસાઈલ હુમલો કર્યો. આ હુમલામાં 17 લોકોનાં મોત થયા હતા, જ્યારે 61 લોકો ઘાયલ થયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધવાની સંભાવના છે. તેમણે આ મૃત્યુ માટે યુક્રેનના એર ડિફેન્સને જવાબદાર ઠેરવ્યું હતું.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “જો યુક્રેન પાસે પર્યાપ્ત હવાઈ સંરક્ષણ સાધનો હોત, તો આવા હુમલા ન થયા હોત. આતંકવાદીઓ ત્યારે જ લોકોને મારી નાખે છે જ્યારે કોઈ તેમને રોકવા અને સામનો કરવા માટે તૈયાર રહે.”ચેર્નિહિવ શહેરના વડા ઓલેક્ઝાન્ડર લોમાકોએ જણાવ્યું હતું કે, “મેં જાતે શેરીમાં ક્ષતિગ્રસ્ત કારની અંદર લોહીથી લથપથ મૃતદેહો જોયા હતા. મેં પીડિતોની જન્મતારીખ જોઈ હતી, મૃતકોમાં ઘણા યુવાનો હતા.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે બચાવકર્મીઓ હજુ પણ કાટમાળમાં પીડિતોને શોધી રહ્યા છે. “આ હુમલો દર્શાવે છે કે યુક્રેનને હવાઈ સંરક્ષણ સાધનોની જરૂર છે,” લોમાકોએ કહ્યું.

ચેર્નિહિવ શહેર રશિયાની સરહદ પર આવેલું છે અને અહીં આકાશમાં ઘણીવાર મિસાઇલો જોવા મળે છે. “રશિયન ગોળીબારમાં માર્યા ગયેલા લોકોમાં 25 વર્ષીય પોલીસ લેફ્ટનન્ટનો સમાવેશ થાય છે,” યુક્રેનના આંતરિક બાબતોના પ્રધાન ઇહોર ક્લાઇમેન્કોએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “પાડોશના ઘરની એક મહિલા, જે બીમારીના કારણે રજા પર હતી, ગંભીર રીતે ઘાયલ થઈ હતી.”

તમને જણાવી દઈએ કે રશિયા-યુક્રેન સંઘર્ષના પ્રારંભિક તબક્કામાં રશિયાએ ચેર્નિહિવને ઘેરી લીધું હતું. મળતી માહિતી અનુસાર, રશિયનોને અહીંથી ભગાડ્યા બાદ અને યુક્રેનની એર ડિફેન્સમાં સુધારો થતાં લોકો આ વિસ્તારમાં પાછા ફર્યા હતા. ચેર્નિહિવ રશિયા અને બેલારુસની સરહદ નજીક સ્થિત છે, જે રાજધાની કિવથી લગભગ 150 કિલોમીટર દૂર છે. આ વિસ્તારની વસ્તી અંદાજે 2,50,000 છે. ગુરુવારે રશિયાએ આ વિસ્તારમાં ત્રણ મિસાઈલો છોડી હતી. યુક્રેન હવે લશ્કરી સાધનોના અભાવે નબળું પડી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular