Friday, May 17, 2024
Homeટોપ ન્યૂઝપશ્ચિમ બંગાળ : મમતા બેનરજીએ કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રીસિટી બિલનો વિરોધ કર્યો

પશ્ચિમ બંગાળ : મમતા બેનરજીએ કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રીસિટી બિલનો વિરોધ કર્યો

- Advertisement -

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રીસિટી બિલનો વિરોધ કર્યો છે. અને સંસદમાં આ બિલને ફરી રજુ કરવામાં ન આવે તેવી માગણી પણ કરી છે. સાથે બિલને જન વિરોધી પણ ગણાવ્યું હતું.

મમતાએ મોદીને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર આ બિલનો અમલ થઇ ગયો તો આમ નાગરિકોને વિજળી બહુ જ મોંઘી મળી રહી છે. મમતાએ આરોપ લગાવ્યો હતો કે સાંભળીને હેરાન થઇ ગઇ છું કે કેંદ્ર સરકાર અમારી સમસ્યાઓ પર વિચાર કર્યા વગર જ જનવિરોધી બિલ ફરી લાવવા જઇ રહી છે.

મમતાએ આરોપ લગાવ્યો હતો કે જો આ બિલને પસાર કરી દેવામાં આવ્યું તો સર્વિસ પ્રોવાઇડર ટેરિફ વધારશે અને વિજળી બહુ જ મોંઘી થઇ જશે. મમતાએ કહ્યું કે અગાઉ પણ આ જ બિલને જ્યારે રજુ કરાયું હતું ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો અને ફરી જ્યારે સરકાર આ બિલ રજુ કરવા જઇ રહી છે ત્યારે ફરી અમે તેનો વિરોધ કરીશું.

નવી દિલ્હી : માત્ર મમતા બેનરજી જ નહીં ખેડૂતો પણ કેન્દ્ર સરકારના વિજળી બિલનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ દિલ્હીમાં ચાલી રહેલા કિસાન સંસદમાં કેન્દ્રના વિજળી બિલના વિરોધમાં એક ઠરાવ પસાર કર્યો હતો. ખેડૂત નેતાઓનું કહેવું છે કે વિજળી પર દરેક વર્ગનો મૂળ અિધકાર છે.

આ બિલને કારણે ડેરી, આટા મિલ જેવા નાના ઉધ્યોગો પણ ટેક્સના દાયરામાં આવી જશે અને ખાનગી વિજળી કંપનીઓને ફાયદો થશે. મમતા બેનરજીએ અગાઉ પણ આ જ બિલનો 2020માં પણ વિરોધ કર્યો હતો અને તેને આમ નાગરિકો વિરોધી બિલ ગણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular