પશ્ચિમ બંગાળ : મમતા બેનરજીએ સાડી નહીં બરમૂડો પહેરવો જોઈએઃ ભાજપ પ્રમુખ

0
4

પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખ દિલિપ ઘોષની જીભ ફરી લપસી છે.

તેમણે ટીએમસીના નેતા અને રાજ્યના સીએમ મમતા બેનરજી માટે વિવાદિત નિવેદન આપ્યુ છે.તાજેતરમાં એક ચૂંટણી સભામાં તેમણે કહ્યુ હતુ કે, મમતા બેનરજીએ સાડીની જગ્યાએ બરમૂડો પહેરવો જોઈએ.

દિલિપ ઘોષના નિવેદન બાદ ટીએમસી દ્વારા સોશિયલ મીડિયા પર તેમના આ ભાષણનો વિડિયો વહેતો મુકાયો છે.જેમાં દિલિપ ઘોષ કહેતા સંભળાઈ રહ્યા છે કે, મમતા બેનરજીના પગ પરનુ પ્લાસ્ટર કાપીનાંખવામાં આવ્યા બાદ તેના પર પાટો મારવામાં આવ્યો છે.તેઓ પગ ઉઠાવીને તમામને પાટો બતાવી રહ્યા છે.એક પગ ખુલ્લો છે અને બીજો ઢાંકેલો છે.આ રીતે સાડી પહેરતા મેં કોઈને જોયા નથી.જો પગ બહાર જ રાખવો હોય તો સાડી કેમ પહેરે છે ..તેઓ બરમુડો પહેરી શકે છે…તો લોકોને પાટા વાળો પગ સ્પષ્ટ રીતે દેખાશે.

દરમિયાન ટીએમસીએ કહ્યુ છે કે, આ પ્રકારના નિવેદનો દિલિપ ગોષ સિવાય કોઈ આપી શકે નહી.જોકે બંગાળની માતાઓ અને બહેનો મમતા બેનરજીના અપમાનનો બદલો લેશે.

પશ્ચિમ બંગાળના ટીએમસી સાંસદ મહવુ મોઈત્રાએ તો આ નિવેદન આપવા બદલ દિલિપ ઘોષની સરખામણી વાંદરા સાથે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here