Wednesday, May 1, 2024
Homeવર્લ્ડWORLD: મોર્ડન શહેરોમાંનું દુબઈ 24 કલાકના વરસાદ સામે કેમ થયું ઘૂંટણિયે

WORLD: મોર્ડન શહેરોમાંનું દુબઈ 24 કલાકના વરસાદ સામે કેમ થયું ઘૂંટણિયે

- Advertisement -

સોશિયલ મીડિયા પર 16 એપ્રિલથી ડૂબી રહેલા દુબઈ અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વાસ્તવમાં, 15 એપ્રિલના રોજ ખાડી દેશોમાં એટલો વરસાદ પડ્યો કે રણની વચ્ચે આવેલું દુબઈ શહેર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું. હાલમાં, વિશ્વના સૌથી આધુનિક શહેરોમાંના એક એવા દુબઈના રસ્તાઓથી લઈને એરપોર્ટ સુધી દરેક જગ્યાએ દરેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળે છે. ત્યારે સવાલ ચોક્કસ થાય કે આખરે હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રકચર હોવા છતાં દુબઈ 24 કલાકના વરસાદનો માર કેમ સહન ન કરી શક્યું?

વાત એક છે કે, વરસાદ ભલે છેલ્લા 24 કલાકથી થઈ રહ્યો છે પરંતુ હવામાનને લગતી માહિતી આપતી વેબસાઇટના જણાવ્યા અનુસાર ખાડી દેશોમાં એક જ દિવસમાં એટલો વરસાદ વરસી ગયો છે જે બે વર્ષમાં થવો જોઈતો હતો.જુદા જુદા મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે ખાડી દેશોમાં થયેલ આ વરસાદનું કારણ ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ છે. એક મીડિયા અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે 14 એપ્રિલના રોજ દુબઈ વહીવટી તંત્ર દ્વારા ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ કરાવવા માટે એક વિમાન પણ ઉદવવામાં આવ્યું હતું અને અને તેના થોડાક જ સમય બાદ ખાડી દેશોમાં ભારે વરસાદ શરૂ થયો અને એકાએક જ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું. જોકે, હજુ સુધી દુબઈ વહીવટી તંત્ર દ્વારા ક્લાઉડ સીડિંગને લઈને કોઈ જ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું.

ક્લાઉડ સીડિંગને આપણે કૃત્રિમ વરસાદ પણ કહી શકીએ. એટલે કે, જ્યારે કોઈ વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદ ન થઈ રહ્યો હોય, ત્યારે વાદળોને કૃત્રિમ રીતે વરસાદમાં રૂપાંતરિત કરવાની તકનીકને ક્લાઉડ સીડિંગ કહેવામાં આવે છે.ક્લાઉડ સીડિંગની પ્રક્રિયામાં વાદળોમાં હેલિકોપ્ટર અથવા પ્લેનની મદદથી સિલ્વર આયોડાઈડ, પોટેશિયમ આયોડાઈડ અને ડ્રાય આઈસ (સોલિડ કાર્બન ડાયોક્સાઈડ) જેવા રસાયણો છાંટવામાં આવે છે. આ કેમિકલ્સ હવામાં ભળી જાય છે અને હવામાં રહેલા ભેજને આકર્ષે છે, જેના કારણે આકાશમાં તોફાની વાદળો નિર્માણ પામે છે અને આખરે તે વરસાદનું રૂપ ધારણ કરે છે. વરાળને પાણીમાં રૂપાંતરિત કરવાની આ પ્રક્રિયાને કન્ડેન્સેશન કહેવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, આ પ્રક્રિયા દ્વારા વરસાદ થવામાં લગભગ અડધો કલાક લાગે છે.

મીડિયા અહેવાલ મુજબ, આ પ્રક્રિયા દ્વારા 1 ફૂટ વરસાદ પેદા કરવા માટે લગભગ 1600 રૂપિયાનો ખર્ચ થાય છે. તો, આ ટેકનિકનો સૌથી પહેલો પ્રયોગ 1946માં અમેરિકન વૈજ્ઞાનિક વિન્સેન્ટ જે શેફરે કર્યો હતો અને વરસાદ કરાવ્યો હતો.જુલાઈ 2021માં દુબઈમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ત્યારે લોકોને ગરમીમાંથી રાહત આપવા માટે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખાડી દેશોમાં ઘણી વખત દુષ્કાળનો સામનો કરવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વરસાદ કરાવવામાં આવ્યો હતો. UAEમાં તેની શરૂઆત 1990ના દાયકામાં થઈ હતી. હાલમાં 60 થી વધુ દેશો આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વરસાદ કરે છે.

સરળ ભાષામાં સમજીએ તો દુબઈ અને તેની આસપાસના દેશોમાં હાલમાં ખૂબ જ ધીમી ગતિએ સધર્ન જેટ સ્ટ્રીમ વહે છે. સધર્ન જેટ સ્ટ્રીમ એ વાતાવરણીય પવન છે જે તેની સાથે ગરમી લાવે છે. આ ઉપરાંત દુબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર છે. જ્યાં વારંવાર ધૂળના તોફાન આવતા રહે છે. ધૂળ પોતે જ ક્લાઉડ સીડર ગણાય છે. જેને વિજ્ઞાનની ભાષામાં કન્ડેન્સેશન ન્યુક્લી કહેવાય છે.એવામાં, આ વખતે ક્લાઉડ સીડિંગમાં એટલા માટે ગડબડ થઈ ગઈ કારણ કે તેની સાથે વધારે પડતાં ધૂળના કલ સામેલ હતા અને તે પણ આફતનું કારણ બન્યા. ખાડી દેશોમાં આ વરસાદે 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular