જમાલપુર વિસ્તારમાં આવેલી પ્રસાદ મિલ ખાતે રહેતા મિલ કામદારોના મકાનો રાતોરાત તોડી દેવામાં આવતા તે પરિવારો રોડ પર આવી ગયા છે.
મિલ કામદારોના પરિવારોનો આક્ષેપ છે કે ગત રવિવારના દિવસે વહેલી સવારે 6 વાગે આવી 23 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. જેના કારણે તમામ લોકો રોડ પર આવી ગયા છે. હાલમાં ચોમાસાની સીઝન છે કોઈ પણ પરિસ્થિતિમાં અમે રહેવા મજબુર છીએ આઝાદી પહેલાથી તે લોકો અહીં રહેતા હતા.
કામદારોના મકાનો રાતોરાત તોડી દેવાયા
હાલમાં પ્રાથમિક સુવિધા માટે મહાનગર પાલિકા પાસે મદદ માંગી તો તેમના દ્વારા પણ હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે. તો મિલની જમીન જેને વેચવામાં આવી તેમના દ્વારા ખોટી હેરાનગતિ કરવામાં આવતી હતી. પોલીસ અને બાઉન્સર રાખી દાદાગિરી કરવામાં આવી હતી. રવિવારના દિવસે વહેલી સવારે 6 વાગે આવી 23 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. જેના કારણે તમામ લોકો રોડ પર આવી ગયા છે
ડિમોલિશનની કામગીરી કરવામાં આવી
શહેરના જમાલપુર વિસ્તારમાં પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. આ કામગારીના પગલે ઘણા લોકો બે ઘર થયા છે. લોકોને બીજી જગ્યા આપ્યા વગર કામગારી કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આ મામલે પાલિકાને રજૂઆત કરવા છતા કોઈ અન્ય વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


