WORLD : ઈરાની મીડિયાએ અમેરિકાના નિર્ણય પર કટાક્ષ કરતા કહ્યું છે કે ટ્રમ્પ પીછેહઠ કરી ગયા અને હુમલા ટાળવાનો દાવો માત્ર એક પોકળ ધમકી

0
34
meetarticle

ઈરાન સામે સંભવિત સૈન્ય હુમલાઓ (Military Attacks) સ્થગિત કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાની મીડિયાએ તેમના પર તીખા પ્રહારો કર્યા છે અને તેમની મજાક ઉડાવી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે મધ્ય પૂર્વીય દેશો અને ઈરાનની વિનંતી તેમજ સોદાની શરતો પર સહમતિ સાધ્યા બાદ તેમણે હુમલા રોકવાનો નિર્ણય લીધો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શું દાવો કર્યો?

ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઈટ ‘ટ્રુથ’ (Truth Social) પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, પ્રાદેશિક દેશોની વિનંતી બાદ આ નિર્ણય લેવાયો છે. તેમણે દાવો કર્યો કે આ કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને (Strait of Hormuz) તાત્કાલિક અને સંપૂર્ણ રીતે ખોલવાનો સમાવેશ થાય છે.

ઈરાનનો આકરો પલટવાર અને દાવો

ઈરાનની સરકારી મીડિયાએ ટ્રમ્પના એક પણ દાવાની પુષ્ટિ કરી નથી. અર્ધ-સરકારી સમાચાર એજન્સી ‘ફાર્સ’ એ આ ઘટનાને વોશિંગ્ટનની પીછેહઠ ગણાવતા લખ્યું કે, “મૂર્ખ ટ્રમ્પનો દમ નીકળી ગયો છે.” ઈરાની એજન્સીઓએ જણાવ્યું કે ટ્રમ્પ પોતાની ખાલી ધમકીઓથી ફરી એકવાર પાછળ હટી ગયા છે અને પોતાની પાછળ હટવાની મજબૂરીને એહસાન તરીકે રજૂ કરી રહ્યા છે. ઈરાની સૈન્ય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના હાઈ એલર્ટ પર છે.

હોર્મુઝ સ્ટ્રેટ પર પેંચ ફસાયો

ટ્રમ્પના હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના દાવાને પણ ઈરાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ફાર્સ એજન્સીએ જણાવ્યું કે જ્યાં સુધી અમેરિકા પોતાની દુશ્મનાવટ ભરી હરકતો ચાલુ રાખશે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ જ રહેશે. આ ઉપરાંત ઈરાની એજન્સી ‘તસ્નીમ’ દ્વારા પશ્ચિમી મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપીને દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા પાસે એર ડિફેન્સ મિસાઈલોનો સ્ટોક ખૂટી ગયો છે, જેના કારણે ટ્રમ્પને હુમલા રોકવાની ફરજ પડી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here