WORLD : વોલ્ટ ડિઝની કંપનીમાં ખર્ચ ઘટાડવા 1000 કર્મચારીઓની છટણી થશે

0
25
meetarticle

ધ વોલ્ટ ડિઝની કંપની આગામી મહિનાઓમાં એક હજાર જેટલાં કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢે એવી શક્યતા છે. કોસ્ટ કટિંગના ભાગરૂપે કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીના સૂત્રોને ટાંકીને દાવો થયો છે કે માર્કેટિંગ વિભાગના કર્મચારીઓને સૌથી વધુ અસર થવાની શક્યતા છે.

ધ વોલ્ટ ડિઝની કંપનીમાં ગત ફેબુ્રઆરી માસમાં જોશ ડી અમોર નવા સીઈઓ બન્યા છે. તેમણે આ જવાબદારી સંભાળતાની સાથે જ કંપનીમાં ખર્ચ ઘટાડવાની યોજના લાગુ પાડી છે. તેના ભાગરૂપે ડિઝની કંપનીના એક હજાર કર્મચારીઓને હાંકી કાઢવામાં આવશે. ડિઝનીમાં અત્યારે ૨.૩૧ લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એમાંથી લગભગ એક ટકા સુધી કર્મચારીઓને આગામી સમયમાં છટણી કરવાની ગણતરી ચાલી રહી છે. કંપનીના નવા મુખ્ય માર્કેટિંગ ઓફિસર અસદ અયાઝને આ છટણીનો પ્લાન અમલી બનાવવાનું કહેવામાં આવ્યું છે.

કંપનીના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે બદલાતા સમયમાં ખર્ચ ઘટાડવાની જરૂરિયાત ઉભી થઈ છે. કામકાજ સરળ બનાવવું જરૂરી છે. ખર્ચ ઘટાડવાના ભાગરૂપે યોજનાબદ્ધ રીતે કર્મચારીઓ ઘટાડવાનો પ્લાન અમલી બનાવાશે. અગાઉ ૨૦૨૩થી ૨૦૨૫ સુધીના બે અઢી વર્ષના ગાળામાં કંપનીએ આઠ હજાર જેટલા કર્મચારીઓને નોકરીમાંથી જુદા જુદા કારણ આપીને કાઢી મૂક્યા હતા. એમાંથી કંપનીએ સાડા પાંચ અબજ ડોલરની બચત કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here