WORLD : ગાઝાનો બદલો લેવા માટે ઇઝરાયેલમાં હમ્મામી વિમાન ક્રેશ કરવા માગતો હતો

0
17
meetarticle

ફ્લાયદુબઇની ફ્લાઇટના હાઇજેકિંગના નિષ્ફળ પ્રયાસોના આરોપી કો-પાયલટ હમમ-અલ-હમ્મામીને લઇને વધુ એક મોટો ખુલાસો થયો છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ હમ્મામી વિમાન ક્રેશ કરીને ઇઝરાયેલ અને અમેરિકા સામે ગાઝામાં અત્યાચારોનો બદલો લેવા માગતો હતો. ઓમાનનો રહેવાસી હમ્મામી ઇઝરાયેલના તેલ અવીવ પાસેના એરપોર્ટ પર વિમાન ક્રેશ કરવા માગતો હતો.

વિમાન ક્રેશ કરવાનું આયોજન અગાઉથી જ ઘડી રાખ્યું હતું, અને જ્યાં વિમાન ક્રેશ કરવાનું હતું તે ગુરિયન એરપોર્ટની આરોપી હમ્મામી અનેક વખત રેકી પણ કરી ચુક્યો હતો. વિમાનનું કન્ટ્રોલ પોતાના હાથમાં લેવા માટે તેણે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલાનું આયોજન કર્યું હતું. સ્મિત પર હુમલા માટે હમ્મામી વિમાનમાં ઇમર્જન્સીનીમાં મદદરૂપ થવા માટે રખાયેલી કુહાડીનો ઉપયોગ કરવાનો હતો. કોકપિટમાં સ્મિત મચ્છર પર માત્ર હુમલો જ નહીં તેની હત્યાનું હમ્મામીએ કાવતરુ ઘડયું હતું. જોકે સ્મિતે હિમ્મત સાથે તેનો સામનો કર્યો હતો.


એક રિપોર્ટ મુજબ હમ્મામીએ નમાઝ પઢવાના બહાને આ કુહાડી બહાર કાઢી લીધી હતી અને તેનાથી જ સ્મિત પર હુમલો કર્યો હતો. જેને કારણે સ્મિતની ખોપડીમાં ઇજા પહોંચી હતી, ખોપડીનુ હાડકુ તુટી જતા તેની સારવાર કરવામાં આવી હતી. સ્મિત મચ્છરને ડિપ્રેસ્ડ ફ્રેક્ચર થયું છે, જેમાં ખોપડીનું હાડકુ તુટીને અંદરના ભાગે જતું રહે છે. હમ્મામી અને સ્મિત વચ્ચે પાંચ મિનિટ સુધી કોકપિટમાં ઘર્ષણ થયું હતું, એક પેસેન્જર કોકપિટ નજીકના બાથરૂમમાં ગઇ જ્યાં તેને કોકપિટમાં ઘર્ષણનો અવાજ સંભળાયો હતો, તેણે બહાર લોકોને જાણ કરી તે પહેલા જ સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો. જેથી હમ્મામીએ વિમાનને ક્રેશ કરવા નીચે ઉતારવાનું શરૂ કરી દીધુ હતું. જોકે ઓફ ડયુટી પાયલટે કોકપિટ પર કન્ટ્રોલ લઇ લીધો હતો અને વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here