WORLD : ફોર્બ્સ લિસ્ટમાં દુનિયાના સૌથી અમીર ઇલોન મસ્કનો જીવ ટુંકો!: 1% પણ દાન નહીં, ગેટ્સ-બફેટે દાન ન કર્યુ હોત તો બીજા-ત્રીજા સૌથી અમીર હોત

0
4
meetarticle

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે દુનિયાના અમીરોની યાદી એક નવા દૃષ્ટિકોણથી જાહેર કરી છે. અબજોપતિઓની સંપત્તિની ફરીથી ગણતરી કરતી વખતે, તેમાં તેમના દ્વારા કરવામાં આવેલા દાનને પણ ઉમેરવામાં આવ્યું છે.

તેમાં જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જો દુનિયાના સૌથી ઉદાર અબજોપતિઓએ ક્યારેય દાન ન કર્યું હોત, તો આજે તેમની સંપત્તિ અને રેન્કિંગ કેવી હોત? તેનો જવાબ મેળવવા માટે ફોર્બ્સે ‘ટ્રુ નેટ વર્થ’ રેન્કિંગ તૈયાર કરી.

તેમાં માનવામાં આવ્યું કે અબજોપતિઓએ જે શેર દાન કર્યા, તે તેમની પાસે જ રહેત અને રોકડ દાન પણ બજારના દરો મુજબ રોકાણ હોત.ઈલોન મસ્ક ફોર્બ્સની બંને યાદીમાં પ્રથમ સ્થાને છે. જોકે, તેમણે પોતાની સંપત્તિનો ખૂબ જ નાનો હિસ્સો, લગભગ 0.06% જ વાસ્તવિક દાન કર્યું છે. બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટના લગભગ 73.1 કરોડ શેર દાન કર્યા છે.

જો તેમણે આ શેર પોતાની પાસે રાખ્યા હોત, તો તેમની સંપત્તિ લગભગ 4 ગણી વધારે હોત અને તેઓ 19માને બદલે બીજા સૌથી ધનિક વ્યક્તિ હોત. તેવી જ રીતે, વોરેન બફેટ પણ 9મા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી જાત.

2006થી તેમના દ્વારા દાન કરાયેલા શેરોની કિંમત લગભગ 700% વધી છે. મેકેન્ઝી સ્કોટ 58 સ્થાન ઉપર ચઢીને 26મા નંબરે પહોંચી જાત. તેમના પૂર્વ પતિ જેફ બેઝોસ, ટોપ 5 માંથી બહાર થઈ જાત.

ફોર્બ્સની વર્તમાન યાદીના ટોપ 5 અબજોપતિ

  1. ઈલોન મસ્ક – 78.4 લાખ કરોડ
  2. લેરી પેજ – 24.0 લાખ કરોડ
  3. સર્ગેઈ બિન – 22.0 લાખ કરોડ
  4. જેફ બેઝોસ – 21.0 લાખ કરોડ
  5. માર્ક ઝકરબર્ગ – 20.0 લાખ કરોડ

ફોર્બ્સની ‘ટ્રુ નેટ વર્થ’ રેન્કિંગ (એડજસ્ટ નેટવર્થ સાથે)

બિલ ગેટ્સ- 43.38 લાખ કરોડ

ઇલોન મસ્ક- 80.20 લાખ કરોડ

સર્ગેઈ બિન- 26.00 લાખ કરોડ

લેરી પેજ- 26.55 લાખ કરોડ

વોરેન બફેટ- 33.94 લાખ કરોડ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here