WORLD : યુકેમાં 6.7 અબજ ડોલર્સનું ક્રિપ્ટો કૌભાંડ કરનારી ચીની મહિલા ઝડપાઇ

0
98
meetarticle

૪૭ વર્ષની ચીની મહિલા ઝિમિન કિઆન ઉર્ફે યાડી ઝાંગને ક્રિપ્ટો કરન્સીના સૌથી મોટાં કૌભાંડમાં લંડનની અદાલતમાં ગુનેગાર ઠેરવવામાં આવી હતી. આ મહિલાએ સાઉથવાર્ક ક્રાઉન કોર્ટ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે ગેરકાયદે ૬૧,૦૦૦ બિટકાઇન્સ મેળવ્યા હતા. આ બિટકોઇન્સનું મૂલ્ય ૬.૭ અબજ ડોલર્સનું થાય છે. પાંચ વર્ષ આકરી જહેમત કરી મેટ્રોપોલિટન પોલીસ દ્વારા આ કેસ ઉકેલવામાં આવ્યો હતો.

 કેનેડાની પોલીસના જણાવ્યા અનુસાર કિઆને ૨૦૧૪ અને ૨૦૧૭ દરમ્યાન ચીનમાં ૧,૨૮,૦૦૦ લોકોને ઉલ્લુ બનાવી તેમની પાસે મોટી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું. કિઆને   આ રીતે ઉચાપત કરેલાં નાણાંનું મૂળ સંતાડવા તેને બિટકોઇનમાં ટ્રાન્સફર કરી લીધાં હતા.૨૦૧૮માં ક્રિપ્ટો એસેટની ભેદી ટ્રાન્સફરની બાતમી મળતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. કિઆને બનાવટી દસ્તાવેજો બનાવી ચીનમાંથી નાસી છૂટી યુકેમાં પ્રવેશી હતી. જ્યાં તેણે વૈભવી સંપત્તિઓ ખરીદીને આ નાણાંનું લોન્ડરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.  કિઆનના સાથી જિઆન વેનને ચોરાયેલાં ક્રિપ્ટો કોઇનનું લોન્ડરિંગ કરવામાં સહાય કરવા બદલ અગાઉ સાડા છ વર્ષ કેદની સજા થઇ હતી. વેને નોર્થ લંડનમાં વૈભવી વિલાને ભાડે રાખી હતી. તેણે દુબઇમાં બે પ્રોપર્ટી પણ ખરીદી હતી. ઝિમિન પાંચ વર્ષથી પોલીસને હાથતાળી આપીનાસતી ફરતી હતી. વેને તેની સંપત્તિ ખરીદી પણ તના નાણાં ક્યાંથી આવ્યા તેનો સંંતોષકારક જવાબ તે આપી શક્યો નહોતો. પોલીસે ૩૦૦ મિલિયન પાઉન્ડના મૂલ્યની ક્રિપ્ટો સંપત્તિ જિમિન પાસેથી જપ્ત કરી હતી.

ઝિમિન સપ્ટેમ્બર ૨૦૧૮માં બ્રિટન નાસી આવી હતી. તેણે કૌભાંડ કરીને મેળવેલાં નાણાં બિટકોઇન્સમાં ફેરવવાનો પ્રયાસ કરતાં તે ઝડપાઇ ગઇ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here