WORLD : યુદ્ધમાં ટ્રમ્પની લોકપ્રિયતા પણ સ્વાહા માત્ર 36 ટકા લોકો જ પસંદ કરે છે

0
24
meetarticle

અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ તળિયે ગયો છે. એક નવા સર્વેમાં વ્હાઇટ હાઉસમાં તેમના પુનરાગમન પછી તેમની લોકપ્રિયતાનેલઈને ગંભીર સવાલ સર્જાયો છે. સર્વેક્ષણ મુજબ મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધ અને આકાશને સ્પર્શતી પેટ્રોલની કિંમત વચ્ચે ટ્રમ્પની લોકપ્રિયતાની રેટિંગ તળિયે પહોંચતા ઘટીને ફક્ત ૩૬ ટકા થઈ ગઈ છે. ટ્રમ્પના બીજા કાર્યકાળનુ આ અત્યંત નીચલું સ્તર છે.

રોઇટર્સ અને ઇસોપ્સના સર્વે મુજબ ગયા અઠવાડિયા સુધી તેમની રેટિંગ ૪૦ ટકા હતી, પરંતુ છેલ્લા અઠવાડિયામાં તેમા સીધો ચાર ટકાનો ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પે ચૂંટણી દરમિયાન મોટા-મોટા વચન આપ્યા હતા કે અમેરિકાને કારણ વગરના યુદ્ધમાં નહીં ઝીંકી દઈએ, દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકી દઇશું. પરંતુ ૨૮મી ફેબુ્રઆરીના રોજ ઇરાન યુદ્ધ પછી સમીકરણ બદલાઈ ગયા છે.

સર્વે મુજબ અમેરિકામાં પેટ્રોલ લગભગ પ્રતિ ગેલન એક ડોલર જેટલું મોંઘું થઈ ગયું છે. તેનો સીધો બોજો સામાન્ય માનવીના ખિસ્સા પર પડી રહ્યો છે. પ્રજાને સરકારને લઈને એટલો અવિશ્વાસ છે કે ફક્ત ૨૫ ટકા લોકો જ અર્થતંત્રને ચલાવવાની ટ્રમ્પની પદ્ધતિ સાથે સંમત છે. ફક્ત ૨૯ ટકા અમેરિકનોને જ ટ્રમ્પના ઇકોનોમિક મેનેજમેન્ટ પર વિશ્વાસ છે.

આ ટકાવારી તેમના બંને કાર્યકાળની સૌથી ઓછી ટકાવારી છે. રસપ્રદ વાત એ છે કે ટ્રમ્પનું રેટિંગ તેમના પહેલા પ્રમુખ રહેલા બાઇડેનના રેટિંગ કરતાં પણ ઘટયું છે. ૬૧ ટકા અમેરિકનો આ હુમલાનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે સમર્થન કરનારાઓની સંખ્યા ઘટીને ૩૫ ટકા થઈ ગઈ છે.૪૬ ટકા માને છે કે આ યુદ્ધના લીધે લાંબા સમય માટે અમેરિકાની સુરક્ષામાં ઘટાડો થશે.

રિપબ્લિકન પાર્ટીની અંદર ટ્રમ્પની સ્થિતિ ભલે મજબૂત હોય, પરંતુ ત્યાં પણ મોંઘવારીને લઈને અસંતોષ વધ્યો છે.

મોંઘવારીનો સામનો કરવા માટે ટ્રમ્પની પદ્ધતિઓને નાપસંદ કરતાં રિપબ્લિકનોની ટકાવારી પણ ૨૭ ટકાથી વધીને ૩૪ ટકા થઈ ગઈ છે. લગભગ ૬૩ ટકા અમેરિકનો અમેરિકન ઇકોનોમીને નબળી માને છે. આ જોતાં મિડ ટર્મ ઇલેકશનમાં ટ્રમ્પ માટે કપરા ચઢાણ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here