WORLD : લોરેન્સ બિશ્નોઈનો કટ્ટર દુશ્મન ગેંગસ્ટર હિમાંશુ ભાઉ અમેરિકામાં ઝડપાયો!

0
3
meetarticle

હરિયાણાથી લઈને દિલ્હી-એનસીઆર સુધી આતંક મચાવનાર મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકી તપાસ એજન્સી એફબીઆઈ (FBI) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. હિમાંશુ ભાઉ અમેરિકામાં બેસીને જ પોતાનું ગુનાહિત નેટવર્ક ચલાવી રહ્યો હતો.

તેના પર ભારતભરમાં હત્યા, ખંડણી અને અપહરણ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ તે પોર્ટુગલ ભાગી ગયો હોવાની માહિતી મળી હતી, પરંતુ હવે અમેરિકન એજન્સી દ્વારા તેની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ હવે તેને ભારત લાવવા માટેના પ્રયાસો કરી રહી છે જેથી તેના પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે.

17 વર્ષની વયે જ અપરાધની દુનિયામાં પ્રવેશ

હરિયાણાના રોહતકના રિટૌલી ગામના વતની હિમાંશુ ભાઉએ માત્ર 17 વર્ષની નાની વયે જ અપરાધ જગતમાં પગ મૂક્યો હતો. તેના પર સૌથી પહેલો કેસ નોંધાયા બાદ તે ગુનાખોરીના રસ્તે આગળ વધ્યો હતો. તે હરિયાણાની બોસ્ટલ જેલ તેમજ બાળ સુધાર ગૃહમાંથી 20 અન્ય સાથીઓ સાથે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તે વિદેશ ભાગી ગયો હતો. વર્ષ 2022માં હરિયાણામાં 24 કલાકમાં ત્રણ હત્યાઓ અને પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર બહાર ફાયરિંગ જેવી ઘટનાઓની જવાબદારી હિમાંશુ ભાઉએ લીધી હતી. તેના વિરુદ્ધ વર્ષ 2023માં લુકઆઉટ સર્ક્યુલર (LOC) પણ જારી કરવામાં આવ્યો હતો.

ગેંગ વચ્ચેની દુશ્મની અને ગુનાહિત ઇતિહાસ

હિમાંશુ ભાઉ નીરજ બવાના અને બંબીહા ગેંગ સાથે મળીને કામ કરતો હતો અને આ ગેંગના નજીકના સભ્યોમાં ગણાતો હતો. તેની લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર ગેંગ સાથે કટ્ટર દુશ્મની છે. તેના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 2019માં રિટૌલી ગામના એક મામલામાં તેનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ સંજય પુનિયા પાસેથી રંગદારી (ખંડણી) માંગવાના કેસમાં તેની ધરપકડ થઈ હતી અને જામીન પર છૂટ્યા બાદ વર્ષ 2020માં તે ફરી ફાયરિંગ કેસમાં સંડોવાયો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને દિલ્હી પોલીસની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ આ કુખ્યાત અપરાધીના નેટવર્કને તોડી પાડવા સુરક્ષા એજન્સીઓ સતત કામ કરી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here