WORLD : અમેરિકામાં એન્ટ્રી લેતાં નાગરિકોના લેપટોપ, મોબાઈલની જડતી લેવાશે

0
8
meetarticle

અમેરિકાની કોર્ટે એક ચુકાદાના સંદર્ભમાં કહ્યું હતું કે અમેરિકામાં એન્ટ્રી લેતા નાગરિકોના લેપટોપ, મોબાઈલ સહિતના ડિવાઈસની તપાસ કરવા માટે અધિકારીઓને વોરન્ટની જરૂર નથી. તેને પ્રાઈવસી હેઠળ આવરીને બંધારણીય અધિકાર ગણી ન શકાય. કોર્ટે કહ્યું કે તે સીમા સુરક્ષાનો ભાગ હોવાથી તેના માટે વિશેષ પરવાનગીની જરૂર નથી. આ નિર્ણયથી અમેરિકન એરપોર્ટ પર વિદેશી નાગરિકોની પજવણી વધે તેવી ભીતિ છે.

અમેરિકાની કોર્ટમાં ચિનવેન્દુ એલિસિગ્વેના કેસની સુનાવણી થઈ હતી. અરજદારના મોબાઈલ અને લેપટોપની અમેરિકન અધિકારીઓએ એરપોર્ટ પર તલાશી લીધી હતી અને તેમાંથી મળેલા પુરાવાના આધારે તેના પર મની લોન્ડરિંગનો કેસ થયો હતો. એ ઘટનામાં અરજદારે કોર્ટમાં દલીલ કરી હતી કે એરપોર્ટમાં વોરન્ટ વગર તેના પર્સનલ ડિવાઈસની તલાશી લેવી તે પ્રાઈવસીનો ભંગ છે. મોબાઈલ ફોનને વિશેષ બંધારણીય સંરક્ષણ મળવું જોઈએ.


આ સંદર્ભમાં કોર્ટે અરજદારની દલીલ અમાન્ય રાખીને કહ્યું હતું કે સીમા સુરક્ષાના સંદર્ભમાં વોરન્ટ વગર નાગરિકોના લેપટોપ કે મોબાઈલની જડતી લઈ શકાય. તેને બંધારણીય અધિકાર હેઠળ પ્રાઈવસી ગણીને બચી શકાય નહીં. તે રૂટિન તલાશી હેઠળ આવરીને એની જડતી લઈ શકાય. અમેરિકાની અંદર સામાન્ય પોલીસ તપાસથી તેને અલગ ગણાવી હતી. અમેરિકામાં પોલીસ વોરન્ટ આપીને પછી તલાશી લેતી હોય છે. કોર્ટે કહ્યું હતું કે અમેરિકામાં પ્રવેશતા તમામ નાગરિકોની ચીજવસ્તુઓ ચેક કરવાનો સુરક્ષા અધિકારીઓને અધિકાર છે. આ ચુકાદાથી એરપોર્ટમાં અધિકારીઓની પજવણી વધશે. ખાસ તો વિદેશી નાગરિકો, વિદ્યાર્થીઓ, ટૂરિસ્ટ વગેરે અમેરિકામાં પ્રવેશ કરશે ત્યારે વધારે પરેશાન થશે.


દરમિયાન શ્રમ-રોજગાર વિભાગના વડા એન્ટની ડિસ્પોસિટોએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકાના વિઝા મેળવીને આવતા વિદેશી નાગરિકોને અમેરિકન કામદારો સાથે છેતરપિંડી કરવાનો, તેમની નોકરી છીનવી લેવાનો પરવાનો મળી જતો નથી. અમેરિકામાં વિઝા મેળવીને કોઈ પણ પ્રકારના કૌભાંડો થાય તે યોગ્ય નથી. આખો બિઝનેસ આવી છેતરપિંડી પર ચાલે છે, તેની તપાસ થવી જોઈએ. જુદી કેટેગરીના વિઝા મેળવીને પાર્ટટાઈમ નોકરી કરતા વિદેશી નાગરિકો પર કાર્યવાહીની માંગણી કરતા એન્ટનીએ કહ્યું હતું કે ફેક જોબ કરતાં વિદેશી નાગરિકો સામે આકરા પગલાં ભરવા જોઈએ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here