WORLD : પાકિસ્તાનમાં હાઈ-ઓકટેન ફ્યુએલ ભાવમાં 200 ટકાનો વધારો : હોર્મુઝ સ્ટ્રેઇટસ બંધ થતાં તે અનિવાર્ય બન્યું

0
20
meetarticle

 આરોગ્ય અને શિક્ષણ માટે પણ ફાળવાયેલા અને તે માટે વિદેશમાંથી આવતાં નાણાં આતંકવાદ માટે ઉડાડી દીધા પછી પાકિસ્તાન અત્યારે ગંભીર આર્થિક અને નાણાંકીય કટોકટીમાં ફસાઈ ગયું છે. હોર્મુઝ સ્ટ્રેઇટ બંધ થઈ છે. પરિણામે તેને હાઈ-ઓકટેન ફ્યુએલના દરમાં વધારો કરી તે લીટર દીઠ ૧૦૦ રૂા.ના ભાવે વેચાતું હતું તેમાં (પાક.) રૂા. ૨૦૦નો વધારો કરાતાં તેનો ભાવ લીટર દીઠ રૂા. ૧૦૦થી વધી રૂા. ૩૦૦ સુધી પહોંચી ગયો છે.

આમ છતાં આ અંગે સફાઈ આપતા પાકિસ્તાનના અધિકારીઓ કહે છે કે આ ભાવ વધારો લકઝરી વ્હીકલ્સ માટે જ છે તેથી પબ્લિક ટ્રાન્સપોર્ટ કે એર-ટ્રાવેલ ફેરમાં અસર થવાની નથી. (તેને તે લાગુ નહીં પડે).આજે સોમવારે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે તેમનાં મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની આપાત-કાલીન બેઠક યોજી હતી. તેમાં કાનૂન મંત્રી આઝમ નઝીર તરાર, વિત્ત મંત્રી મુહમ્મદ ઔરંગઝેબ, માહિતી અને પ્રસારણ મંત્રી અત્તા-ઉલ્લાહ તરાર તથા પેટ્રોલિયમ મંત્રી અલિ પરવેઝ મલિક તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

આ પૂર્વે ૬ માર્ચે પાકિસ્તાનની સમવાયતંત્રી સરકારે પેટ્રોલ, ડીઝલના ભાવમાં લીટર દીઠ રૂા. ૫૫નો વધારો કર્યો હતો. હોર્મુઝ કટોકટીને લીધે પેટ્રોલના ભાવ પાક. રૂા. ૨૬૬.૧૭ થી ઉંચકાઈ ૩૨૧.૧૭ થયા છે, જ્યારે ડીઝલ ૨૮૦.૮૬થી વધી પાક. રૂા. ૩૩૫.૮૬ પહોંચ્યું છે. આ જાહેરાત પેટ્રોલ મંત્રી મલિક અને નાયબ વડાપ્રધાન તથા વિદેશ મંત્રી દાર તથા નાણાં પ્રધાન ઔરંગઝેબે સત્તાવાર રીતે કહી હતી.

સહજ છે કે જેટ ફ્યુએલ પ્રાઇસીઝ વધે પરિણામે ૧૦મી માર્ચથી જ પાકિસ્તાનમાં એર-લાઇન્સના દરમાં પણ વધારો કરવો પડયો છે. એ.આર.વાય. ન્યૂઝ અધિકારીઓને ટાંકતા જણાવે છે કે પાકિસ્તાનમાં ડોમેસ્ટિક ફલાઇટમાં વધારો થતાં ટીકીટ દીઠ તે (પાક.) રૂા. ૨૮૦૦થી વધી રૂા. ૫૦૦૦ સુધી (ઇસ્લામાબાદ-કરાચી રૂટ) પહોંચી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ફલાઈટમાં ટીકીટનો દર (પાક.) રૂા. ૧૦,૦૦૦થી વધી સીધો રૂા. ૨૮,૦૦૦ પહોંચી ગયો છે. મધ્ય-પૂર્વ અને મધ્ય-એશિયાની ફલાઈટ્સમાં (પાક.) રૂા. ૧૫,૦૦૦નો વધારો થયો છે.

સૌથી વધુ ઉલ્લેખનીય તે છે કે, નાણાંકીય કટોકટીને લીધે આગામી ૧૪મી ઓગસ્ટે યોજાનારી નેશનલ ડે પેરેડ પણ રદ કરવામાં આવનાર છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here